તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલિંગ:ત્રિપુરાની દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન, ત્રણ વર્ષ અગાઉ માનસિક સ્થિતિ કથળતાં ઘરેથી નીકળી હતી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રિપુરાની મહિલાનું પરિવાર સાથે મિલન થયું હતું. - Divya Bhaskar
ત્રિપુરાની મહિલાનું પરિવાર સાથે મિલન થયું હતું.

ત્રિપુરાની પરિવારથી વિખૂટી પડી ગયેલ 35 વર્ષીય દિવ્યાંગ મહિલાનું હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવી ત્રિપુરા સરકારની સહાયથી હવાઇ માર્ગે વતન લઇ ગયા હતા. ત્રિપુરાની 35 વર્ષીય અજાણી મહિલા ઉનુકુટી જિલ્લાના કૌલા શહેરના લક્ષ્મીપુરથી ત્રણ વર્ષ અગાઉ માનસિક બીમારીના કારણે ઘરેથી નીકળી ગઇ હતી. લાંબા રઝળપાટ બાદ તે મોડાસા પહોંચતાં સખી વન સ્ટોપ કેન્દ્રમાં હંગામી આશ્રય લઇ રહી હતી.

બાદમાં તેને ગત 25 મેના રોજ હિંમતનગરના સખી વન સ્ટોપ કેન્દ્રમાં લવાતાં રોગની સારવાર શરૂ કરતાં તબિયતમાં સુધારો થતાં સખી વન સ્ટોપ કેન્દ્રના સંચાલક અસ્માબેન મનસુરી દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાતાં મહિલા બંગાળી ભાષા જાણતાં સેન્ટરના સંચાલકે બંગાળી ભાષાના જાણકારને સેન્ટરમાં બોલાવી મહિલા સાથે વાતચીત કરાવી પરિવારની વિગત મેળવવા પ્રયાસ કરતાં મહિલાએ ત્રિપુરાના લખીપુર હોવાનું જણાવતાં ત્રિપુરાની પોલીસને જાણ કરતાં લખીપુર નહિં પણ ઉનીકુટી જિલ્લામાં કૌલા શહેર બાજુમાં લક્ષ્મીપુર જે ત્યાંથી ત્રણ વર્ષ અગાઉ 35 વર્ષના બેન માનસિક બિમારીથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું.

સંચાલકે ત્રિપુરા સરકારનો સંર્પક કરી મહિલાના પરિવારની જાણકારી મેળવી તેમને જાણ કરતાં તેમના પરિવારમાં ખુશી થઇ હતી. પુત્ર અલીહુસેન સહિત ત્રિપુરા સરકારના સામાજિક કાર્યકર લીંકનદત્તા ચૌધરી સાથે હિંમતનગર પહોંચી મહિલાને હવાઇ માર્ગે વતન લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...