તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લા શિક્ષણાધિકારી,એડીઆઇ, 2 ક્લાર્ક અને પ્રાંતિજમાં 5 શિક્ષકો સંક્રમિત

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં કોરોનાની એન્ટ્રી
 • ચૂંટણી પ્રચાર, શાળાઓ શરૂ કરવી, બેવડી ઋતુ કોરોના માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું હોય તેવી સ્થિતિ

સાબરકાંઠા જિલ્લામાં બે માસથી કોરોનાનું જોર ઘટતુ ગયા બાદ બુધવારે માઠા સમાચાર મળ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી સહિત કચેરીમાં 4 અને પ્રાંતિજમાં 5 શિક્ષકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.કે. વ્યાસ, અન્ય 1 મહિલા અધિકારી અને બે ક્લાર્કના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.તદ્દપરાંત પ્રાંતિજની એક્સપરીમેન્ટલ સ્કૂલના 2 અને સર્વોદય હાઈસ્કૂલના 3 શિક્ષકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગે 18 ફેબ્રુઆરીથી ધો-6 થી 8 ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે આવા સમયે જ જિલ્લાના શિક્ષણ વિભાગમાં કોરોનાએ માથું ઉંચકતા કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્વરાજની ચૂંટણીઓમાં શિક્ષકોને જોતરવામાં આવ્યા છે.બીજી બાજુ સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ લોકોના ટોળા એકત્ર કરાઇ રહ્યા છે ઠંડી અને ગરમીની બેવડી ઋતુ શરૂ થઈ છે જેમાં આમેય વાયરલ બીમારીઓ માથું ઉંચકતી હોય છે અને શાળા-કોલેજ પણ એક સાથે શરૂ કરાઈ છે આ ત્રણેય પરિબળો કોરોના માટે નિર્ણાયક બની રહેનાર હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં વધુ 5 પોઝિટિવ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા હહઆરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરમાં શ્યામસુંદર સોસાયટીમાં 60 વર્ષિય મહિલા, પ્રેમપુર ગામમાં 38 વર્ષિય મહિલા, રાધેગોવિંદ બંગ્લોઝમાં 46 વર્ષિય પુરૂષ, જનકપુરી સોસાયટીમાં 48 વર્ષિય પુરૂષ, તલોદમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં 58 વર્ષિય પુરૂષનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો