તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ઇડરના જાદરમાં 108 કર્મીઓની ડ્યૂટી 12 કલાક કરાતાં અસંતોષ

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંથકમાં રાત્રિ દરમિયાન 108 એમ્બ્યુલન્સ હાજર રહેતી ન હોવાથી ઇમરજન્સી સેવાઓ મળતી નથી: જાદર સરપંચ

જાદરમાં 108 એમ્બ્યુલન્સ છેલ્લા એકાદ માસથી રાત્રિ દરમિયાન હાજર રહેતી ન હોવાને કારણે જાદર અને તેની આસપાસના વિસ્તારમાં ઇમરજન્સીના સમયે સમસ્યા સર્જાતી હોવા અંગે સરપંચ દ્વારા રજૂઆત કરાઇ હોવા છતાં ઉકેલ આવ્યો નથી. જ્યારે 108 ના સૂત્રોના જણાવ્યાનુસાર ઇમરજન્સી કેસની ફ્રિકવન્સી ઓછી હોવાથી સેવાઓ જરૂરિયાતવાળી જગ્યાએ ડાયવર્ટ કરાઇ છે.

જાદર ગામમાં વર્ષોથી 108 એમ્બ્યુલન્સનો સ્થાયી પોઇન્ટ હતો એકાદ માસથી 108 ની 12 કલાક ની ડ્યૂટી કરાઇ છે અને રાત્રિ દરમિયાન અન્ય સ્થળે જતી રહે છે. જાદર સરપંચ સોનલબેનના જણાવ્યાનુસાર જાદર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને 108 ની ઇમરજન્સી સેવાઓ છેલ્લા ઘણા વર્ષોથી મળી રહી હતી પરંતુ રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સ હાજર રહેતી ન હોવાથી ઇમરજન્સી સેવાઓ મળતી નથી છેલ્લા અઠવાડિયામાં ઇમરજન્સી સેવાનો લાભ ન મળતાં અરોડા ગામમાં એક યુવાનનુ મૃત્યુ થયુ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો અને આ સેવાઓ 24 કલાક પૂરી પડાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. 108 ના જિલ્લા મેનેજર જયમીન પટેલે જણાવ્યુ કે ઇમરજન્સી કેસની ફ્રિકવન્સી ઓછી હોવાથી આ સેવાઓ અન્યત્ર ડાયવર્ટ કરાઇ છે. કેસની સંખ્યા વધુ રહેતી હોય તો વધારાની એમ્બ્યુલન્સ મૂકવાની પણ તૈયારી છે. અરોડાના યુવકના મૃત્યુ અંગે તેમણે જણાવ્યુ કે અરોડામાં પીએચસી છે અને મેડિકલ ઓફીસર પણ છે 108 ના કર્મીઓએ પેરામેડિકલની તાલીમ લીધેલ હોય છે તેમના કરતાં એમ.ઓ.સારી સારવાર અને વધુ તબીબી જ્ઞાન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો