• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Dissatisfaction Among The Principals Of Sabarkantha Aravalli District Regarding The Charge Of The Principal Of Wadali Sub Center Of Patan Uni.

ઉપેક્ષા:પાટણ યુનિ.ના વડાલી સબ સેન્ટરના આચાર્યના ચાર્જ મુદ્દે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના આચાર્યોમાં અસંતોષ

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને જિલ્લાની કોલેજના આચાર્યો અનુભવી અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા હોવા છતાં ઇન્ચાર્જની જવાબદારી પાટણ જિલ્લાની કોલેજના આચાર્યને સોંપી હોઈ અસંતોષ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનું સબસેન્ટર વડાલી ખાતે કાર્યરત છે. જેના ઇન્ચાર્જની જવાબદારી હમણાં પાટણ જિલ્લાની એક કોલેજના આચાર્યને સોંપવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કોલેજના આચાર્યો અનુભવી અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા હોવા છતાં આ બધાં આચાર્યોની ઉપેક્ષા અને અવગણના કરી દૂર અને અન્ય જીલ્લાની કોલેજના આચાર્યને ચાર્જ આપવાનો યુનિવર્સિટીનો નિર્ણય આ જિલ્લા માટે પૂર્વગ્રહ યુક્ત અને ન સમજાય તેવો છે આમ પણ પાટણથી અહીં આવી સેન્ટરને વિકસતું કરવામાં કોઈને રસ નથી અને બંને જિલ્લાના વિદ્યાર્થીઓને સેન્ટર પરથી પૂરતી સુવિધાઓ પણ મળતી નથી ત્યારે બીજા જિલ્લાની કોલેજના આચાર્ય કઇ રીતે સમય કાઢી આ સેન્ટરને ન્યાય આપશે ? તે એક મોટો કોયડો છે.

આ સેન્ટર માત્ર કાગળ પર જ ચાલે છે, ઇન્ચાર્જનું માત્ર નામ જ ચાલે કહેવા ખાતરનું સેન્ટર હોય અને બધું પાટણ જ રહે.આ વિસ્તારની સતત અવગણના થતી રહે તેવું યુનિવર્સિટીના સત્તાધીશો પૂછી રહ્યા હોય તેવું આ નિર્ણયથી લાગી રહ્યું છે.નજીકના કોલેજના કોઈ આચાર્યને ચાર્જ આપ્યો હોય તો તે આ વિસ્તારના પ્રશ્નોથી વાકેફ હોય અને પૂરતો સમય આપી સેન્ટરને પૂરતો ન્યાય આપી શકે તેવું આ વિસ્તારના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યોની લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...