તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:હિંમતનગરના રોજીયાકંપા હાંસલપુરમાં વિવાદિત જમીન ખેડવા મુદ્દે બખેડો થયો

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઇ

હિંમતનગરના હાંસલપુર પાસે રોજિયાકંપામાં વિવાદિત જમીન પર ખેડાણ કરવાના મામલે બે પરિવારો વચ્ચે બખેડો થતાં હુમલો,મારામારી બાબતે બંને પરિવારોએ સામસામે ફરિયાદ આપતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

રોજિયાકંપાની સીમમાં ખેતરમાં શનિવાર સવારે સાડા દસ વાગ્યાના સુમારે રોશનસિંહ માનસિંહ ચૌહાણ (રહે. રોજીયાકંપા)ના પત્ની શુશિલાબેને રોશન કુમાર (રહે. રોજીયા કંપા) તેમના પતિ અને દિયર ઘેર હતા ત્યારે તેમને શનિવારે સાડા દસ વાગ્યાના સુમારે વિશ્વનાથસિંહ પ્રવિણસિંહ ઝાલા, યશપાલ સિંહ પ્રવિણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, લાલસિંહ ઘનશ્યામ સિંહ ઝાલા,(તમામ રહે. વકતાપુરતા. હિંમતનગર) તેમના ઘેર આવી તેમના ઘર નજીક ટ્રેકટર લાવી ખેતર ખેડવાના મામલે જયેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણ અને રોશનકુમાર માનસિંહ ચૌહાણ કહેવા જતાં વિશ્વનાથ પ્રતાપસિંહે લાકડી જયેન્દ્રસિંહ ચૌહાણને હાથે પગે માર્યા હતા તથા રોશનકુમારને લાફા માર્યો હતો. યશપાલ સિંહ, ઘનશ્યામ સિંહ,અને લાલસિંહ ઉપ રાણામાં આવી બંનેને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સુશીલાબેને આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

યશપાલ સિંહ ઉફેઁ જુલાબાપુ તેમની વડીલો પાર્જીત જમીનમાં ભાડાનું ટ્રેક્ટર લાવી ખેડાણ કરાવતા હતા તે દરમ્યાન અમરસિંહ, જયેન્દ્રસિંહ, રોશનસિંહ,મુન્નાભાઈ (તમામ રહે. રોજીયાકંપા) એ દાતરડું અને પથ્થરથી યશપાલસિંહ અને ઘનશ્યામસિંહ ઉપર હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો