તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકનું આયોજન:સાબરકાંઠામાં કોરોના અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવા ચર્ચા કરાઇ, કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન કરાયું

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સા.કાં. જિલ્લા કલેક્ટર સી.જે. પટેલના અધ્યક્ષ સ્થાને કોવિડ-19 અવેરનેશ કમિટિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીને અટકાવવા અને લોકોમાં વધુ જાગૃતિ લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આ સંજોગોમાં વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા લોકોમાં કોરોના પ્રત્યે ગંભીરતા લાવવા કામગીરી કરવામાં આવી રહી છે તથા લોકોમાં કોરોના પ્રત્યે ગંભીરતા દાખવવા માટે પોસ્ટર, ભિંત ચિત્રો, લાઉડ સ્પીકર, ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલો દ્વારા વધુ પ્રચાર-પ્રસાર કરવા ચર્ચા કરાઇ હતી. કલેક્ટરે અધિકારીઓને અસરકારક પગલા ભરવા યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.આર. મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરો, ડોક્ટરો સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો