હાલાકી:હિંમતનગરના બ્રહ્માણીનગર ચેહરકૃપા સોસા.માં ગંદકી, રોગચાળાની દહેશત

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર ને અડીને આવેલ ચેહરકૃપા સોસાયટી,બ્રહ્માણી નગર વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થતાં કાદવ-કિચડ અને ગંદકીના થર જામ્યા છે. - Divya Bhaskar
હિંમતનગર ને અડીને આવેલ ચેહરકૃપા સોસાયટી,બ્રહ્માણી નગર વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થતાં કાદવ-કિચડ અને ગંદકીના થર જામ્યા છે.
  • રોગચાળાની દહેશત વચ્ચે પ્લોટ નંબર સાથે સરપંચને રજૂઆત, પરિણામ શૂન્ય

હિંમતનગરને અડીને આવેલ માલીવાડા પંચાયતમાં સમાવિષ્ટ સર્વે નંબર 74ના આઠ પ્લોટમાં વરસાદી પાણી અને ગંદકીના થર જામતા રહીશોએ વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે ત્યારે ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. હિંમતનગર ને અડીને આવેલ માલીવાડા પંચાયતના સર્વે નંબર 74ના પ્લોટ નંબર 17, 24,26,41,30,31,32અને 43 માં ચેહર કૃપા સોસાયટી, બ્રહ્માણી નગર વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થયા બાદ ગંદકીના થર જામ્યા છે અને રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પેદા થઈ છે.

કેટલાક વિસ્તારોમાં પાણી પણ દૂષિત અને ડોહળું આવતું હોવાની ફરિયાદો ઉભી થઇ છે. રહીશોએ માલીવાડ ગ્રામ પંચાયતમાં આ અંગે રજૂઆત કરી છે પરંતુ દર વર્ષે સર્જાતી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી રહીશોના જણાવ્યા અનુસાર ખુલ્લા પ્લોટમાં કે જ્યાં ગંદકીના થર જામ્યા છે તે પ્લોટોમાં સત્વરે પૂરાણ કરવામાં આવે તો સમસ્યા હળવી થઈ શકે તેમ છે નોંધનીય છે કે માલીવાડ પંચાયતે અગાઉ પ્લોટ માલિકોને નોટિસ પણ આપી હતી કાદવ-કીચડ અને પાણીનો જમાવડો થતા જામેલા ગંદકીના થર દૂર કરવા ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરી નિરાકરણ લવાયે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...