તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:જિલ્લા પંચાયત વિભાગની આરોગ્ય શાખામાં MPHW- FHW વર્ગ-3 ની સીધી ભરતી કરો

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ સાબરકાંઠાના યુવાનોનું આવેદન
  • આઉટસોર્સિંગના માધ્યમથી કરાતી ભરતી સિસ્ટમ સંપૂર્ણ બંધ કરવા માંગ

સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ સાબરકાંઠાના યુવાનોએ પંચાયત વિભાગની આરોગ્ય શાખામાં એમ.પી.એચ.ડબલ્યુ એન્ડ એફ.એચ.ડબલ્યુ વર્ગ-3 ની સત્વરે સીધી ભરતી કરવા ગુરુવારે ડીડીઓને આવેદન આપ્યું હતું.મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-3 અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જિલ્લાના યુવાનો તૈયારી કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા સીધી ભરતી પરીક્ષા નું આયોજન 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013 થી બે વર્ષે થતું હતું.

જે છેલ્લે 24 નવેમ્બર 2016 માં જિ.પં. પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ કોઈ ભરતી આજદિન સુધી કરાઇ નથી. એમ.પી.એચ.ડબલ્યુની 2200 થી વધુ અને એફ.એચ.ડબલ્યુની 3300 થી વધુ જગ્યાઓ પહેલા થી જ ખાલી હોવા છતાં છેલ્લા 4.5 વર્ષ થી ભરતી કરાઇ નથી. આ સ્ટાફની ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ ઘટ છે અને મહામારીમાં પણ હોશિયાર પેરામેડિકલ સ્ટાફ હશે તો સ્વાસ્થ્ય બાબતે લાભદાયી નીવડશે. છેલ્લા સાત વર્ષથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગ ના માધ્યમથી જુદી જુદી જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 11 માસના કરાર આધારિત ભરતી કરાય છે.

જેમાં યુવાનોનું શોષણ, અપૂરતો પગાર અને લાચારી સિવાય બીજું કશું જ મળતું નથી. સીધી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે જેથી આઉટસોર્સિંગ ના માધ્યમથી કરાતી ભરતી સિસ્ટમ સંપૂર્ણ બંધ કરવા અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઇને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં આવે તેવી સા.કાં. જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...