તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ગોરલમાં ડાયરો જોઇ રાત્રે પરત ફરતાં યુવકની હત્યા કરનારા ઢીંચણીયાના 6 ને આજીવન કેદ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સાડા 4 વર્ષ અગાઉની ઘટનામાં ચુકાદો, આડા સંબંધોમાં મૃતક આડખીલીરૂપ બનતાં કાવતરુ રચ્યુ હતું

સાડા ચારેક વર્ષ અગાઉ ઇડરના ઢીંચણીયાના 6 શખ્સોએ ગોરલમાં ડાયરો જોઇને મોડી રાત્રે પરત ફરતા 23 વર્ષીય યુવકને પેટ અને પીઠના ભાગે ચપ્પા ઝીંકી રહેંસી નાખવાના ચકચારી પ્રકરણમાં ઇડર એડિશનલ સેશન્સ જજ તેજસકુમાર બ્રહ્મભટ્ટે તમામ 6 આરોપીઓને હત્યા સહિતના ગુનામાં 31 સાક્ષીઓની જુબાની અને 49 જેટલા દસ્તાવેજી પૂરાવાને નજર સમક્ષ રાખી તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને રૂ. 5-5 હજારના દંડની સજાનો તા.01-04-21 ના રોજ હુકમ કર્યો હતો.

ઢીંચણીયાના સનીબેન ઇશ્વરભાઇ અસારી તા.07-11-16 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના ભાણા વિનોદભાઇ પોપટભાઇ વડેરા તથા તેની બહેન સુરેખાબેન પોપટભાઇ વડેરા અને ગામના અન્ય માણસો સાથે ડાયરો જોવા ગોરલ ગયા હતા અને રાત્રે 11 વાગ્યે ચાલતા પરત નીકળ્યા હતા. તે દરમિયાન ગોરલની ડેરી નજીક વિનોદભાઇ પાછળ આવી રહ્યા હતા તેમણે બૂમ પાડતા સનીબેને પાછુ વળીને જોતા ઢીંચણીયાનો નાનજીભાઇ ઉર્ફે કૂડો માવજીભાઇ લટા તથા પાંચેક અન્ય શખ્સોએ વિનોદભાઇને પકડી લીધો હતો અને નાનજીભાઇ ઉર્ફે કૂડોએ ચપ્પાથી વિનોદભાઇને ઘા ઝીંકવા શરૂ કર્યા હતા.

સનીબેન તેમના ભાણીયાને બચાવવા વચ્ચે પડતા તેમના મોઢાના અને પીઠના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા દરમિયાન વિનોદભાઇ ભાગવા જતા આ શખ્સોએ પકડી લઇ ફરીથી નાનજી ઉર્ફે કૂડાએ પેટ અને પીઠના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા વિનોદભાઇ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યા હતા.ઢીંચણીયાનો નાનજી ઉર્ફે કૂડો વર્ષ 2015માં વિનોદભાઇની સંબંધીને પ્રેમસંબંધમાં ભગાડી ગયો હતો અને યુવતી થોડા સમય પછી રણોદરા પરત આવતી રહેતા નાનજી અવારનવાર મળવા આવતો હતો.

જે વિનોદભાઇને ગમતુ ન હોવાથી તા.31-10-16 ના રોજ બેસતા વર્ષના દિવસે નાનજી રણોદરા આવતા વિનોદભાઇ સાથે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખી તા.07-11-16 નારોજ વિનોદભાઇ લટાની હત્યા કરવાના કાવતરાને અંજામ અપાયો હતો. કેસ ઇડર સેશન્સ કોર્ટમાં ચાલી જતા એ.પી.પી. એન.એન.બારોટે રજૂ કરેલ 31 સાક્ષીઓની જુબાની અને 49 દસ્તાવેજી પૂરાવાને નજર સમક્ષ રાખી ઇડર એડિશનલ સેશન્સ જજ તેજસકુમાર સુરેશકુમાર બ્રહ્મભટ્ટે 6 આરોપીઓને 302,307,143,149 સહિતના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને તમામને રૂ. 5-5 હજારનો દંડ ફટકાર્યો હતો.

આ 6 હત્યારાને આજીવન કેદ
નાનજી ઉર્ફે માવજીભાઇ ખેમાભાઇ લટા, લાલજીભાઇ માવજીભાઇ ખેમાભાઇ લટા,દિનેશભાઇ ચંદુભાઇ કાવજીભાઇ ગામેતી, પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ કાન્તીભાઇ કાવડાભાઇ ગામેતી, લાલજીભાઇ જીતેન્દ્રભાઇ ચંદુભાઇ સાંજાભાઇ બળેવીયા, રાજુભાઇ વજાભાઇ હરજીભાઇ નિનામા(તમામ રહે. ઢીંચણીયા તા. ઇડર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો