ફરિયાદ:ધન્વંતરી આરોગ્ય રથના મેડિકલ ઓફિસરને આંખ પર દાતરડું માર્યું

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના નાનાચેખલામાં તારો ભાઇ કેમ ઝઘડો કરતો હતો કહી
  • ​​​​​​​મેડિકલ ઓફિસરે માતા, પુત્રી અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

તલોદના નાનાચેખલામાં રવિવારે સવારે કેમ રાત્રે માંડવડીમાં ધન્વંતરી આરોગ્ય રથ હિંમતનગરમાં મેડિકલ ઓફિસરને તારોભાઇ મારા દીકરા સાથે ઝઘડો કરતો હતો કહી આંખ ઉપર દાતરડુ મારવા સહિત ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી ભાગી જવા અંગે ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે માતા, પુત્રી અને પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ હિંમતનગરના બેરણા રોડ પર રહેતા અને ધન્વંતરી આરોગ્ય રથ હિંમતનગરમાં મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા સંજયસિંહ હઠીસિંહ ચૌહાણ તા.14-11-21 ના રોજ વતન નાનાચેખલામાં હતા. તે દરમિયાન સવારે નવેક વાગ્યે તેમના ગામના કૈલાસબેન નંદુસિંહ ચૌહાણ અને તેમની દીકરી મુન્નાબેન બળદગાડામાં ઘર આગળ આવી કહ્યુ હતું કે રાત્રે માંડવડીમાં તારા ભાઇ દિગ્વીજયસિંહે મારા દીકરા કિસ્મતસિંહ સાથે કેમ ઝઘડો કર્યો હતો. જેથી સંજયસિંહે તમારો દીકરો મારા ભાઇ સાથે ઝઘડો કરતો હતો કહેતાની સાથે બંને જણાં સંજયસિંહને મારવા લાગ્યા હતા.

મુન્નાબેને દાતરડુ આંખ ઉપર મારવા દરમિયાન કિસ્મતસિંહ આવી જતાં ફેટ મારી ગળામાં પહેરેલ સોનાની ચેન ઝૂંટવી ભાગી ગયો હોવા અંગે સંજયસિંહે ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે માતા, પુત્રી અને પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...