તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાજપ સરકારનો વિરોધ કરતાં કિસાન સભા અને સીટુના કાર્યકરોની અટકાયત

હિંમતનગર, મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની કિસાન કામદાર નીતિ સામે સૂત્રોચ્ચાર કરતા હતા

9 મી ઓગસ્ટ 1942 ના રોજ આપણા દેશના આઝાદીના લડવૈયાઓએ અંગ્રેજોને ભારત છોડોનો નારો આપ્યો હતો. આજના ઐતિહાસિક દિવસે સા.કાં. જિલ્લા કિસાન સભા અને કામદાર સંગઠન સી.આઇ.ટી.યુ.એ હિંમતનગર બસ સ્ટેન્ડ સામે એક વાગ્યે કેન્દ્ર સરકારની કિસાન કામદાર અને આમ જનતા વિરોધી નીતિ રીતિ સામે સુત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.

સા.કાં. જિલ્લા કિસાન સભા અને કામદાર સંગઠન સી.આઇ.ટી.યુ.એ હિંમતનગર બસ સ્ટેન્ડની સામે પેટ્રોલ-ડીઝલ, રાધણ ગેસ, ખાદ્ય તેલ વગેરે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારો પાછો ખેંચો, કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરો, એમએસપીની ગેરંટી માટે કાયદો બનાવો, નવું વીજળી બિલ 2020 પાછું ખેંચો, કોરોના કાળમાં બેરોજગાર થયેલા તમામને માસિક રૂ .7500 રોકડ સહાય આપો, માથાદીઠ 10 કિલો અનાજ આપો, મનરેગા યોજનામાં 200 દિવસ રોજગારી આપો, સરકારના સેવા કાર્યક્રમો અને સરકારી વિભાગોનું ખાનગીકરણ બંધ કરો વગેરે માંગણીઓ અંતર્ગત દિનેશ પરમાર ઉપ પ્રમુખ સા.કાં. કિસાન સભા, કોમરેડ દિલાવર સિંહ ઝાલા, કોમરેડ પરસોત્તમ પરમાર, કોમરેડ રોશન શેખે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરતાં પોલીસે ડિટેઇન કર્યા હતા.

મોડાસાના કાર્યક્રમમાં સીઆઈટીયુ પ્રદેશ મંત્રી ડી.આર.જાદવ, કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ, આગેવાન દશરથ સિહાલી મહિલા સમિતિના રાજ્ય મંત્રી આર.બી.રાવલની આગેવાનીમાં દેખાવો યોજાયા 20 થી વધુ કાર્યકરોની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...