હેડક્લાર્ક પેપરલીક પ્રકરણ:હેડક્લાર્ક પેપરલીક પ્રકરણમાં દાહોદના પરીક્ષાર્થીની અટકાયત

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદનો પરીક્ષાર્થી પકડાતાં પકડાયેલા આરોપીઓનો આંક 33 એ પહોંચ્યો
  • વધુ એક પરીક્ષાર્થીનું​​​​​​​ નામ ખુલતાં બીજી ટીમ અન્ય જિલ્લામાં પહોંચી

હેડક્લાર્ક પેપરલીક પ્રકરણમાં પોલીસે 6 દિવસના અંતરાલ બાદ વધુ એક પરીક્ષાર્થીની પંચમહાલ જિલ્લામાંથી અટકાયત કર્યા બાદ વધુ એકને પકડવા બીજી ટીમ અન્ય જિલ્લામાં પહોંચી છે. દાહોદના પરીક્ષાર્થીને પકડ્યા બાદ આંકડો 33 સુધી પહોંચી ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન હાર્દિકકુમાર ખેમચંદભાઇ પટેલે (હાલ રહે. રાધે રેસીડન્સી ભીમનાથ મહાદેવ હાલોલ જિ. પંચમહાલ) લીક થયેલ પેપર મેળવી પરીક્ષા આપી હોવાનું બહાર આવતા પોલીસે હાલોલ પહોંચી હાર્દિકની અટકાયત કરી હતી તદ્દપરાંત વધુ એક પરીક્ષાર્થીનું નામ ખુલતાં બીજી ટીમ અન્ય જિલ્લામાં પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રકરણના આરોપી પરીક્ષાર્થીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી અટકાયતમાં વિલંબ થઇ રહ્યો છે.

સેશન્સ કોર્ટે 17 જણાંના જામીન નામંજૂર કર્યા
નીચલી કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં 17 જણાએ જામીન અરજી કરી હતી. જિલ્લા સરકારી વકીલ અરવિંદ જે. પટેલે જણાવ્યું કે પ્રિન્સીપાલ સેશન્સ જજ એચ ડી સુથારે સમાજના હિતમાં અને શિક્ષિત બેરોજગારોની સ્થિતિને ધ્યાનમાં રાખી દાખલો બેસે તે માટે કૃપાલીબેન સેુરશભાઇ પટેલ, હિમાનીબેન વિનુભાઇ દેસાઇ, કેયુર સંતકુમાર પટેલ, પ્રિયા અમૃતભાઇ પટેલ, અંકિત શૈલેષભાઇ પટેલ, ધ્રુવ ભરતભાઇ બારોટ, મહેશ કમલેશભાઇ પટેલ, વિપુલ ધનજીભાઇ પટેલ, રોનક મુકેશભાઇ સાધુ, સુરેશ રમણભાઇ પટેલ, કિશોર કાનદાસ આચાર્ય, પ્રકાશ ડાહ્યાભાઇ પટેલ, વિપુલ જીતેન્દ્રભાઇ પટેલ, અક્ષય વિપુલભાઇ પટેલ, રવિ વિજયભાઇ પટેલ, વિજય મગનભાઇ પટેલ, રીતેષ ભીખાભાઇ પ્રજાપતિ મળી કુલ 17 જણાંની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...