તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:3 દિવસે વેક્સિન આવી છતાં 4400ને જ રસી મળી

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શનિવારે ત્રણ દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં ખેડબ્રહ્માના વિવેકાનંદ હોલ ખાતે રસી લેવા માટે ભીડ ઉમટી પડી હતી. - Divya Bhaskar
શનિવારે ત્રણ દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં ખેડબ્રહ્માના વિવેકાનંદ હોલ ખાતે રસી લેવા માટે ભીડ ઉમટી પડી હતી.
  • સાબરકાંઠામાં 173 દિવસમાં માત્ર 42.16 ટકાને જ વેક્સિનનો પ્રથમ ડોઝ, આજે પણ 4 હજારનું જ વેક્સિનેશન થશે
  • રોજ 4 હજારની ગતિથી વેક્સિન અપાશે તો પ્રથમ ડોઝ પૂરો કરવામાં જ 184 દિવસ નીકળી જશે, દરેક સાઇટ પર ડોઝ સિમિત હોવાથી કેટલાય પરત ગયાં

સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગને માત્ર 8 હજાર ડોઝની ફાળવણી કરાતાં શનિવારે 4400 વ્યક્તિઓનું વેક્સિનેશન કરાયું હતું અને આજે રવિવારે પણ માત્ર 4 હજાર ને જ રસી મળશે. લોકો વેક્સિન લેવા તૈયાર છે, આરોગ્ય તંત્ર વેક્સિન આપવા સજ્જ છે પરંતુ વેક્સિનની અછતને કારણે વેક્સિનેશન ઝૂંબેશ શરૂ થયાના 173 દિવસમાં 11,46,420 પૈકી માત્ર 4,83,377 જિલ્લાજનોનું વેક્સિનેશન થઇ શક્યુ છે.

એટલે કે માત્ર 42.16 ટકાને જ રસીનો જ પ્રથમ ડોઝ અપાયો છે. પ્રતિદિન 4 હજારની ગતિથી વેક્સિન અપાશે તો પ્રથમ ડોઝ પૂરો કરવામાં જ 184 દિવસ નીકળી જશે. દરેક સાઇટ પર ડોઝ સિમિત હોવાથી કેટલાય પરત ગયાં હતા.

સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસમાં વેક્સિનેશન બંધ રહ્યા બાદ શનિવારે 35 વેક્સિન સાઇટ પર કુલ 4 હજારના લક્ષ્યાંક સાથે વેક્સિનેશન શરૂ કરાયું હતું. ત્રણ દિવસના બ્રેક બાદ વેક્સિનેશન ચાલુ થતાં ભીડ ઉમટી હતી. પરંતુ દરેક સાઇટ પર વેક્સિન ડોઝ સિમિત હોવાથી કેટલાયને પરત જવાનો વારો આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ વેક્સિનેશન બંધ રહેવા છતાં પણ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં માત્ર 8 હજાર ડોઝની ફાળવણી કરાઇ છે જેને પગલે રવિવારે પણ માત્ર 4 હજાર જિલ્લાજનોએ વેક્સિન લઇ સંતોષ માનવો પડશે.

સાબરકાંઠા જિલ્લામાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થયા બાદ 173 દિવસમાં 11,46,419 ના લક્ષ્યાંક સામે 4,83,377 એટલે કે 42.16 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે અને બીજા ડોઝ માટે લાયક 344891 પૈકી 144892 લોકોને બીજો ડોઝ આપી શકાયો છે જ્યારે 199999 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.

છેલ્લા ત્રણેક સપ્તાહથી સરેરાશ 4 હજાર લોકોને રસી આપવામાં આવી રહી છે આ ગતિ અને ક્ષમતા સાથે વેક્સિનેશન ઝૂંબેશ આગળ ધપશે તો પ્રથમ ડોઝ પૂરો કરવામાં જ 184 દિવસ નીકળી જાય તેમ છે અને તેની સમાંતર બીજા ડોઝની કામગીરી ચાલતાં એક વર્ષ નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...