સાબરકાંઠા જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને પગલે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે અને ડેન્ગ્યુએ ફંફાડો માર્યો છે હિંમતનગર સિવિલમાં ડેન્ગ્યુ પોઝિટિવના બે કેસ સારવાર હેઠળ છે અને સંખ્યાબંધ શંકાસ્પદ કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે સૌથી ગંભીર બાબત એ છે કે કોરોનાની દહેશત વચ્ચે હાલમાં અનુકૂળ વાતાવરણ હોવાથી સ્વાઇન ફ્લૂએ પણ માથું ઊચકવાની સંભાવનાઓ વધી ગઈ છે. જોકે,ગત વર્ષની સરખામણીએ હાલમાં મચ્છરજન્ય રોગના કેસ ઓછા છે.
સા.કાં.જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ છેલ્લા સપ્તાહથી માથું ઉચક્યું છે મેલેરીયા અને ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે હિંમતનગર સિવિલમાં ડેન્ગ્યૂના બે દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર કેટલાક લોકોમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જોવા મળી રહ્યા છે ગત વર્ષે ઓગસ્ટ માસમાં અત્યાર સુધીમાં ડેંગ્યુનો એક અને મેલેરિયાના પાંચ કેસ તથા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના બે અને મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા છે
હિંમતનગર સિવિલ ના આર.એમ.ઓ ડો.એન.એમ. શાહે જણાવ્યું કે બે પુરુષ દર્દીનો ડેન્ગ્યુનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે અને બંને સારવાર હેઠળ છે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર પ્રવીણ અસારીએ જણાવ્યું કે મેલેરિયા ડેન્ગ્યૂ સ્વાઈન ફ્લૂમાં લગભગ એક સમાન લક્ષણો જોવા મળે છે લોહીના પરીક્ષણ બાદ જ ખબર પડે છે આરોગ્યની ટીમ દ્વારા સર્વે કામગીરી ચાલુ કરાઈ છે કેટલાક દર્દીઓમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જોવા મળી રહ્યા છે તેમણે ઉમેર્યું કે સ્વાઇન ફ્લૂ પણ વાયરસથી થતી બીમારી છે અને હાલ તેમાં પણ અનુકૂળ વાતાવરણ હોય આરોગ્યની ટીમ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.