માગણી:હિંમતનગરમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા રિક્ષા એસો.ની માંગ, 10 વર્ષથી રજૂઆત છતાં પરિણામ શૂન્ય

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સીએનજી.પેસેન્જર રિક્ષાઓ માટે કાયદેસરનું પાર્કિંગ સ્ટેન્ડ ફાળવવા છેલ્લા દસ વર્ષથી જિલ્લા ઓટો રિક્ષા એસો. દ્વારા માંગણી કરાઇ રહી છે. તંત્ર દ્વારા રિક્ષાચાલકોની આ માગણી પ્રત્યે દુર્લક્ષતા સેવાઇ રહી છે. માગણીને લઇ ગુરુવારે પુનઃ એસો. ના હોદેદારો કલેક્ટર ઓફિસની ચીટનીસ શાખા અને પ્રાંત અધિકારીની કચેરીમાં રજૈઆત અંગે શું કાર્યવાહી કરાઇ તે જાણવા ગયા ત્યારે અમારે ત્યાં તમારી રજૂઆત આવેલ નથી તેવા ગોળ ગોળ જવાબો મળતાં રિક્ષાચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી.

આ અ઼ગે સાબરકાંઠા જિલ્લા ઓટો રિક્ષા એસો. પ્રમુખ મનુભાઇ રાજપૂત દ્વારા છેલ્લા 10 વર્ષથી માગણી કરાઇ રહી છે. પરંતુ તંત્ર દ્વારા સંતોષકારક જવાબ મળતો નથી.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે રિક્ષા સ્ટેન્ડ ફાળવવા આર.ટી.ઓ.પોલીસ,પાલિકા સહિતના વિભાગો પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જે હજુ સુધી મળેલ નથી. નવા સ્ટેન્ડ ફાળવવા સહિત જૂના સ્ટેન્ડો પરના દબાણો દૂર કરવા માગણી પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...