માંગ:ઇડરિયા ગઢ પરના દોલતભવનને બક્ષિસ આપવાની અરજી પરત ખેંચવા માંગ કરાઇ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્ષત્રિય અગ્રણીઓની બેઠકમાં મિલકત સમાજની પાસે જ રહે અને તેની મરામત સમાજ દ્વારા કરાયાનો નિર્ણય લેવાયો

ઈડરિયો ગઢ બચાવો સમિતિ દ્વારા ક્ષત્રિય અગ્રણીઓની બેઠકનું આયોજન કરાયું હતું અને ક્ષત્રિય હિતકારિણી સભા ટ્રસ્ટ દ્વારા જનરલ સભા બોલાવી દોલત ભવન રાજકોટ ટ્રસ્ટને બક્ષિસ આપવાની અરજી પરત ખેંચવામાં આવે તથા આ મિલકત સમાજની પાસે જ રહે અને તેની મરામત સમાજ દ્વારા કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. ઐતિહાસિક ધરોહરભવન પેલેસ ને તા.9-10-93ના રોજ મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજીએ સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યો હતો. પરંતુ સમાજના હિત માટે મળેલ મિલકત તા.22-03-04ના રોજ કેટલાક ટ્રસ્ટીઓએ મહારાજ સાહેબ અને સમાજની જાણ બહાર અલગ અલગ વ્યક્તિઓ ને વેચાણ કર્યું હતું. ચેરીટી કમિશનરે વાંધા અરજીઓ મંગાવતા મહારાજા રાજેન્દ્રસિંહજી, ક્ષત્રિય અગ્રણીઓ રણજીત સિંહ સોલંકી, નરપતસિંહ બારડ,ઘનશ્યામસિંહ ભાટી, ઇન્દ્રજીતસિંહ રહેવર વગેરેએ સખત વાંધા રજૂ કર્યા છે.

ઐતિહાસિક ધરોહરને બચાવવા સમાજના વિવિધ સંગઠનો મહારાણા પ્રતાપ ફાઉન્ડેશન,કરણી સેના, સમાજના સમૂહલગ્નના મુખ્ય દાતા સત્યજીતસિંહ કુંપાવત, રાજેન્દ્રસિંહ ભાટી, ઘનશ્યામસિંહ ભાટી, રણજીતસિંહ સોલંકી વગેરે બેઠકનું આયોજન કર્યું હતું અને ચર્ચાને અંતે દોલત ભવનને બચાવવા છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું તથા આ મિલકત સમાજની પાસે જ રહે અને આગામી દિવસોમાં દોલતભવન ખાતે સમાજના પરિવારોનું સ્નેહ-સંમેલન યોજવાનું તથા જીર્ણોદ્ધાર કરવાનું સત્યજીતસિંહ કુંપાવત દ્વારા આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...