તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગઢ સહિતના ડુંગરોમાં ખનનથી વન્ય જીવોના રહેઠાણનો નાશ અટકાવવા માટે માંગણી કરાઇ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખનનને કારણે દીપડાઓ માનવ વસ્તી તરફ ધસી રહ્યા છે
  • મિશન ગ્રીન ઈડર અને હિંમતનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ઈડરિયા ગઢ સહિતના ડુંગરોમાં ખનનને કારણે વન્ય જીવોના પ્રાકૃતિક રહેઠાણોનો નાશ થઈ રહ્યો છે અને વન્યજીવો માનવ રહેણાંક વિસ્તારોમાં ધસી આવી રહ્યા છે. જેથી આ માઇનિંગની કામગીરી અટકાવી વન્યજીવોને સંરક્ષણ પુરૂં પાડવા માટે મિશન ગ્રીન ઈડર અને હિંમતનગરની ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

ઈડરિયો ગઢ એ વિશ્વની પ્રાચીન અરવલ્લીની ગિરીમાળાનો અજેય ગઢ છે ગુજરાતના ગૌરવ સમા ઈડરિયા ગઢના ડુંગરો વર્ષોથી વન્યજીવોનું પ્રાકૃતિક રહેઠાણ છે. આ સ્થળ અલિપ્ત અને ડિસ્ટર્બન્સ વગરનો હોવાથી વન્ય જીવોના સંવર્ધન માટે યોગ્ય છે. પરંતુ આ વિસ્તારમાં ખનનને કારણે દીપડાઓ માનવ રહેણાક વિસ્તારો તરફ ધસી આવવાના બનાવો પણ બની રહ્યા છે. જેથી મિશન ગ્રીન ઈડર અને હિંમતનગરની ટીમે ખનન બંધ કરાવવા કલેક્ટરને, જિલ્લા નાયબ વન સંરક્ષકને આવેદન આપી વન્યજીવોના રહેઠાણમાં થઈ રહેલ નુકસાન અટકાવવા તથા માઈનિંગ બંધ કરાવવા અને ટૂંક સમયમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘટતી કાર્યવાહી કરવાનું જણાવી આવેદનને આધારે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...