તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ક્ષત્રિયની વરણી કરવા માંગ

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્કિટ હાઉસમાં મળેલ બેઠકમાં અગ્રણીઓએ ચાર નામ સૂચવ્યા

હિંમતનગર તાલુકા કોંગ્રેસના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ હિંમતનગર સર્કિટ હાઉસમાં બેઠકનુું આયોજન કરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ક્ષત્રિય કાર્યકરની નિમણૂંક કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત મોકલી ચાર નામનું પણ સૂચન કર્યું છે. જેને પગલે ગરમાવો આવી ગયો છે.

ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆત ની વિગત એવી છે કે હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખની મુદત પૂરી ગઈ છે અને બે માસ અગાઉ પ્રમુખની વરણી કરવા નામ પણ મંગાવાયા હતા. રજૂઆતમાં અગ્રણીઓએ જણાવ્યું છે કે જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પટેલ છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ક્ષત્રિય અને ઠાકોર વસ્તી 60 ટકા જેટલી છે. 2022 વિધાનસભા ચૂંટણી જીતવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ક્ષત્રિયની વરણી થવી જોઈએ અને કોંગ્રેસના હંમેશા વફાદાર રહેલા રણજીત.એન.સોલંકી, ચંદ્રસિંહ ઝાલા, ઇન્દ્રજીતસિંહ રહેવર, રજૂસિંહ મકવાણા પૈકી ગમે તે એકની નિમણૂંક કરાય તો ચૂંટણીમાં ફાયદાકારક બની રહે તેમ છે.

સંગઠનને મજબુત બનાવી શકે તેવા ચહેરાઓને તક આપવા માં આવશે : કોંગ્રેસ પ્રમુખ
"સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી બાદ જુના માળખાના કારોબારી સભ્યો અને હોદ્દેદારો સહિત ઉપ પ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓ સહિત આખું માળખું વિખેરી નાખવામાં આવેલ છે. પ્રદેશ સમિતિમાં નવા માળખાની રચના માટે મોકલેલ કારોબારી સભ્યો અને હોદ્દેદારોની યાદીને મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવશે.સા.કાં. જિલ્લા કોંગ્રેસના ઓબીસી સેલ, એસ.સી.સેલ અને કિસાન કોંગ્રેસનું જુનુ માળખું કારોબારી સભ્યો અને હોદ્દેદારો સહિત વિખેરીને નવા માળખાની મંજૂરી મેળવીને ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરવામાં આવશે. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પરિપત્ર મુજબ બાકીના તાલુકાના પ્રમુખો અને શહેરપ્રમુખો કે જેમની મુદત પૂર્ણ થઈ ત્રણવર્ષ કરતાં વધારે સમય થયેલ છે તેમની જગ્યાએ નવા પ્રમુખની નિમણૂકમાં પણ સંગઠનને મજબુત બનાવી શકે તેવા ચહેરાઓને તક આપવા માં આવશે."- કમલેશ પટેલ,(પ્રમુખ , સા.કાં.જિલ્લા કોંગ્રેસ સમિતિ)

અન્ય સમાચારો પણ છે...