માંગ:હિંમતનગર તા.પં.ની સા.સભા બોલાવવા DDO સમક્ષ માગણી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા સાડા ચાર મહિના અગાઉ બોલાવ્યા બાદ ટીડીઓને રજૂઆત કરવા છતાં સામાન્ય સભાનો એજન્ડા કાઢવામાં ન આવતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ડીડીઓને રજૂઆત કરી સામાન્ય સભા બોલાવવા માંગ કરાઇ છે.

હિંમતનગર તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા 26 જૂનના રોજ બોલાવાઇ હતી તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થઇ ગઇ છેે પરંતુ ત્રણ મહિનાનુ એકસ્ટેન્શન મળ્યુ હોવાથી સામાન્ય સભા બોલાવવી જરૂરી હોવા છતાં અને સાડા ચાર મહિના જેટલો સમય થઇ જવા છતાં શાસક ભાજપ પક્ષ દ્વારા સામાન્ય સભા બોલાવાઇ ન હોવા અંગે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા હરેશભાઇ પ્રજાપતિએ અગાઉ ટીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ સામાન્ય સભાનુ આયોજન ન થતાં તેમણે તા. 11-11-20 ના રોજ ડીડીઓને લેખિત રજૂઆત કરી ટીડીઓ અને શાસકપક્ષને પ્રજાના હિતમાં કે વિકાસ કામોમાં રસ ન હોવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...