તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:આજે હિંમતનગરમાં બે સર્કલ, ટીપી રોડ અને મહારાણા પ્રતાપ પાર્કનું લોકાર્પણ, ઇડર સ્ટેટના મહારાજા, સાંસદ, ધારાસભ્ય ઉપસ્થિત રહેશે

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર પાલિકા પ્રમુખના ડ્રિમ પ્રોજેક્ટ સર્કલ બ્યુટીફીકેશન, મહારાણા પ્રતાપ પાર્ક અને ટીપી રોડ જેવા પ્રોજેક્ટનું શનિવારે સવારે મહારાજા ઇડર સ્ટેટ, સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાશે. વર્તમાન પાલિકાની બોડી દ્વારા શહેરના સર્કલોનુ બ્યુટીફીકેશન, મહારાણા પ્રતાપ પાર્ક અને ટીપી રોડ જેવા વિકાસ કામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યુ કે શનિવારે સવારે 9:30 કલાકે શામળાજી હાઇવેથી એવન સોસાયટીને જોડતાં ટીપી રોડનુ સાંસદ દિપસિંહ રાઠોડ, 9:50 કલાકે મહારાજા શ્રી હિંમતસિંહજી સર્કલનું મહારાજાશ્રી રાજેન્દ્રસિંહ તથા 10:15 કલાકે સ્વામી વિવેકાનંદ સર્કલનું ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ અને 10:30 કલાકે એનજી સર્કલ પાસે મહારાણા પ્રતાપ પાર્કનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાશે. ડીસેમ્બરના બીજા સપ્તાહમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્યોની મુદત પૂર્ણ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો