આજે મળશે ગામની સરકાર:ઉત્તર ગુજરાતની 1242 પંચાયતના સરપંચ અને સભ્યોનો ફેંસલો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં મતપેટીઓના  સ્ટ્રોંગ રૂમ ઉપર મતગણતરી પૂર્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. - Divya Bhaskar
મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં મતપેટીઓના સ્ટ્રોંગ રૂમ ઉપર મતગણતરી પૂર્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 74.17 % મતદાન થયું હતું. આ સાથે 1196 ગામોના સરપંચ તેમજ 4463 વોર્ડ સભ્યોનાં ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા છે. જેની આજે મત ગણતરી આજે મંગળવારે હાથ ધરાશે.

સાબરકાંઠામાં228 પંચાયતોની 8 જગ્યાએ મતગણતરી હાથ ધરાશે અને અરવલ્લી 193 પંચાયની 6 જગ્યાએ મતગણતરી હાથ ધરાશે. સવારે 9 કલાકે મતગણતરીમાં સૌ પ્રથમ પહેલા વોર્ડના બેલેટની અને પછી જે તે સરપંચના બેલેટની ગણતરી હાથ ધરાશે.

સાબરકાંઠામાં રવિવારે યોજાયેલ 228 પંચાયતોની ચૂંટણીમાં કુલ 442882 મતદારો પૈકી 352086 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે મંગળવારે પંચાયતના પ્રથમ નાગરિક અને વોર્ડ સદસ્યના ભાવિનો નિર્ણય કરવા જિલ્લાના 8 કેન્દ્રો ખાતે 446 કર્મચારીઓને મતગણતરીની ફરજ સોંપાઈ છે. 873 ઉમેદવારો સરપંચ પદ માટે અને 2298 ઉમેદવારો વોર્ડ સદસ્ય માટે ચૂંટણી લડ્યા છે. અરવલ્લી જિલ્લાની 193 પંચાયતની યોજાયેલી સામાન્ય અને પેટાચૂંટણીમાં સરપંચ પદના 779 અને સભ્યપદના 22 81 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા ભિલોડા અને બાયડના વાત્રકમાં 6 તાલુકા મથકો એ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. તે પૂર્વે તમામ તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમ પર એસઆરપી અને પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા ની સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 77.50% અને પેટાચૂંટણીમાં 66.26 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું.

જિલ્લાની 193 ગામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં434065 મતદારો પૈકી 175059 પુરુષ મતદારો અને 161351 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હોવાનું નોંધાયું હતું સાબરકાંઠા ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તલોદ તાલુકામાં સૌથી વધુ 86.92 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. જ્યારે વડાલી તાલુકામાં 85.01 ટકા પુરુષ અને 83.41 ટકા મહિલા એટલે કે લગભગ એક સરખું પુરુષ-સ્ત્રી મતદાન થયુ હતું જ્યારે સમગ્ર જિલ્લામાં સૌથી ઓછું મતદાન 69.38 ટકા વિજયનગર તાલુકામાં નોંધાયું હતું. જિલ્લામાં સરેરાશ 79.50 ટકા મતદાન નોંધાયું હતું.

ખેડબ્રહ્મા તાલુકામાં સભ્યપદ માટે સરેરાશ 84.21 ટકા જ્યારે સરપંચ પદ માટે 81.69 ટકા મતદાન થયું હતું. મતલબ, અઢી ટકા મતદારોએ સરપંચને વોટ આપવાનું ટાળ્યું હતું. આજે મંગળવારે જિલ્લાના 8 મતગણતરી કેન્દ્રોના 52 ખંડમાં 73 ચૂંટણી અધિકારીઓની નીગરાનીમાં કુલ 73 ટેબલ માટે 446 નો મતગણતરી સ્ટાફ ફાળવાયો છે.

આ રીતે સવારે 9 વાગ્યાથી મતગણતરીની થશે શરૂઆત
સૌ પ્રથમ સરપંચના ગુલાબી અને સભ્યના સફેદ મતપત્ર અલગ કરી દેવાશે ત્યારબાદ ચઢતા ક્રમમાં વોર્ડની મતગણતરી કરાશે. તમામ વોર્ડની ગણતરી પૂર્ણ થઇ ગયા બાદ સરપંચની મતગણતરી હાથ ધરાશે. પંચાયતોની સંખ્યા અને મતગણતરી ટેબલની સંખ્યા જોતા તલોદમાં સૌથી પહેલા પરિણામો આવવાની સંભાવના છે. જો રીકાઉન્ટીંગ, મતદાનમાં સિક્કો ઉપર નીચે લાગેલો દેખાતો હોય, મતપત્ર વાળતી વખતે સિક્કાની છાપ બીજા ઉમેદવારમાં પણ દેખાતી હોય જેવી સમસ્યાઓ નહી ઉદ્દભવે તો સમગ્ર જિલ્લાનુ પરિણામ સાંજે છએક વાગ્યા સુધીમાં જાહેર થવાની સંભાવના છે.

કંટ્રોલરૂમને દિવસ દરમિયાન 5 ફરિયાદ મળી
સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલ કંટ્રોલ રૂમના નંબર પર પાંચ કોલ આવ્યા હતા હિંમતનગરમાંથી 04 અને વડાલીમાંથી એક ફરિયાદ મળી હતી. જેમાં મતદાન મથકે ભીડ અને લાંબી લાઇનોનું નિરાકરણ કરવા તથા મત માટે પૈસા અપાયાની ફરિયાદ કરાઇ હતી જેના અનુસંધાને તપાસ હાથ ધરાઇ હતી.

સૌથી વધુ વાર હિંમતનગર-ઇડરના પરિણામમાં થશે
સૌથી વધુ હિંમતનગરમાં 61 અને ઇડરમાં 56 ગ્રા.પં. છે. હિંમતનગરમાં એક સાથે 13 અને ઇડરમાં 18 ગ્રા.પં. ની મતગણતરી હાથ ધરાશે મહદ્દઅંશે સૌથી વધુ મતદાન ધરાવતી ગ્રા.પં. થી શરૂઆત કરાશે. હિંમતનગરમાં સૌથી વધુ વાર થઇ શકે છે. હિંમતનગર અને ઇડરને બાદ કરતાં તમામ ગ્રા.પં.નુ પરિણામ ત્રણ ચાર વાગ્યા સુધીમાં જાહેર થઇ જવાની સંભાવના છે.

અરવલ્લીમાં અહીં મતગણતરી કરાશે

  • સરકારી કોલેજ મોડાસા
  • ભિલોડાની એન.આર.એ હાઇસ્કૂલ
  • મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલ
  • બાયડની સરકારી કોલેજ વાત્રકમાં
  • માલપુરની પી.જી.મહેતા હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ જેપીકે ધૂવાડ પ્રાથમિક શાળા માલપુર
  • ધનસુરાની જે.એસ મહેતા સ્કૂલમાં મતગણતરી હાથ ધરાશે.

સાબરકાંઠામાં અહીં મતગણતરી કરાશે

તાલુકોસ્થળ

હિંમતનગર

પોલીટેકનિક કોલેજ
ઇડર

શિક્ષણ તાલીમ ભવન,ડાયેટ

વડાલી

બીસીશાહ આર્ટસ કોલેજ

ખેડબ્રહ્માતાલુકા સેવા સદન
પોશીનાતાલુકા સેવાસદન

વિજયનગર એમ.એચ.હાઈસ્કૂલ

પ્રાંતિજ

ચિત્રિણી નર્સીંગ કોલેજ

તલોદ

સીડી પટેલ હાઇસ્કૂલ

સાબરકાંઠા જિલ્લાની મતગણતરી વ્યવસ્થા તાલુકા વાઈઝ
​​​​​​​

તાલુકોગ્રા.પં.ચૂં.અ.મતગણતરીમતગણતરીમતગણતરીપોલીસઆરોગ્યકર્મીવર્ગ-4
મ.ચૂ.અ.ખંડટેબલસ્ટાફ
હિંમતનગર6113 -13713681501015
ઇડર5618-1818181501002550
વડાલી2408-08184230516
ખેડબ્રહ્મા1406-06163630516
વિજયનગર2306-0666301001010
પોશીના804-04142430510
પ્રાંતિજ2408-0888641501215
તલોદ2110- 1010103245416
કુલ23173-73527344663576148

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...