તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હિંમતનગરના પુનાસણમાં તળાવની માછલીઓના સાગમટે મોત

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકાના પુનાસણ ગામના તળાવમાં બુધવારે સવારે મોટી સંખ્યામાં માછલીઓ તરતી જોવા મળતા લોકો ઉમટ્યા હતા અને કોઈએ રાત્રી દરમિયાન પાણીમાં ઝેરી દવા નાખી દીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. રશ્મિક કાપડિયાએ જણાવ્યું કે સવારે ઢોર ચરાવવા જતા લોકોએ સંખ્યાબંધ મરેલી માછલીઓ જોતા ગ્રામજનોને જાણ કરી હતી અને કોઈ પશુ તળાવનું પાણી પી ન જાય તેની તકેદારી રાખવા યુવાનો ઊભા રહ્યા હતા. ઘટના સંદર્ભે વનવિભાગને જાણ કરતા સ્થાનિક કર્મી આવ્યા હતા અને પાણીના નમૂના લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...