તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાંકણોલમાં પિતાના મૃત્યુ બાદ મિલકત પચાવી પાડનાર 3 સામે પુત્રીની ફરિયાદ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી મિલકત હડપી

હિંમતનગરના કાંકણોલમાં પિતાએ કરી આપેલ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી પિતાના મૃત્યુ બાદ મિલકત પચાવનાર શખ્સો વિરુદ્ધ મૃતકની પુત્રીએ હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ આપી છે. કાંકણોલના કચરાભાઈ મોહનભાઇ પટેલની પુત્રી કંચનબેન (27, રહે. હિંમતપુર ઈડર મૂળ રહે. ઉમીયાકંપો હિંમતનગર)ના કાંકણોલની સીમમાં શીવાલિકા બંગ્લોઝમાં પ્લોટોની પિતાએ કરી આપેલ પાવર ઓફ એટર્નીનો પિતાના મૃત્યુ બાદ દુરઉપયોગ કરી જાણ બહાર વેચાણ કરી બાંધકામ કરી મિલકત પચાવી પડ્યા અંગે કંચનબેને મહેન્દ્રભાઈ કોદરભાઈ પટેલ(રહે.બલોચપુરા કંપા) ભાવેશભાઈ ગીરીશકુમાર ભંડારી(રહે. બગીચા વિસ્તાર હિંમતનગર) નટવરલાલ સેંધાભાઈ પ્રજાપતિ ( ઉ.વ.34.રહે. હરસિદ્ધ કૃપા શિવાલિકા ડેબંગલો કાંકણોલ હિંમતનગર) ને બનાવી ફરિયાદ આપી હતી.જેની વિગત અનુસાર પિતા મહેન્દ્રભાઈએ જે તે સમયે પ્લોટની પાવર ઓફ એટર્ની કરી આપી હતી.

પિતાના મૃત્યુ બાદ કંચનબેન અને સગા સંબધીઓની જાણ બહાર પાવર ઓફ એટર્નીનો દૂર ઉપયોગ કરી પ્લોટ ભંડારી ભાવેશભાઈને વેચી દીધો હતો. જે પ્લોટ નટવરભાઈ પ્રજાપતિએ ખરીદ કરી તેના ઉપર બાંધકામ કરી પ્લોટ પચાવી પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...