ખેડૂતોને નુકસાન:પ્રાંતિજના મજરા પંથકમાં ભારે વરસાદથી ફૂલાવરને નુકસાન

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મજરા પંથકમાં વરસાદને પગલે ફૂલાવરના પાકને નુકસાન થયું છે. - Divya Bhaskar
મજરા પંથકમાં વરસાદને પગલે ફૂલાવરના પાકને નુકસાન થયું છે.
  • વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં તૈયાર થયેલો પાક ફૂગના રોગથી સૂકાઇ ગયો

ચાલુ વર્ષે વરસાદે મહિનાઓ સુધી રાહ જોવડાવ્યા બાદ ભાદરવામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ત્યારે પ્રાંતિજના મજરા પંથકમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ ફૂલાવરનો પાક વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં પાક ફૂગના રોગથી સૂકાઇ ગયો છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂત મંગળભાઇ પટેલે જણાવ્યું કે પ્રાંતિજના મજરા પંથકમાં વર્ષોથી ખેડૂતો દ્વારા ફુલાવરની 20 એકરમાં ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે પણ ખેડૂતોએ ફૂલાવરની વાવણી કરી છે અને મહામહેનતે પાક તૈયાર કર્યો હતો. પરંતુ અગાઉ વરસાદે રાહ જોવડાવ્યા બાદ ભાદરવામાં પૂર્વા નક્ષત્રમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી ફૂલાવરના ખેતરોમાં પાણી ભરાતાં ફૂલાવરના છોડ ફૂગના રોગથી સૂકાઇ ગયા છે અને જગતના તાતને રાતા પાણીએ નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...