નુકસાન:મોટીઇસરોલ પંથકમાં કપાસ, જીરુંને નુકસાન

મોટી ઇસરોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ બનતાં ખેડૂતો પર ચિંતા ના વાદળો ઘેરાયા છે. ત્યારે ગત રાત્રે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક સામાન્ય ઝરમર ઝરમર વરસાદ વરસતા કપાસ,જીરૂ પાકને ભારે નુકસાન થયું છે. મકાઇ, બટાકા, રાયડાના પાકને હાલ નુકસાન નહીવત છે. કમોસમી માવઠાથી અને વાદળછાયા વાતાવરણથી ટૂંક સમયમાં મોલોમસી, ઇયળ જેવી જીવાતો વધી જશે.જે દરેક પાકને નુક્સાન કરશે.

વડાલી તાલુકામાં ગુરૂવારે મોડીરાત્રે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાકોને લઈ ચિંતિત બની ગયા છે. કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં વાયરલ ફીવર રોગો વધવાની શક્યતા વધી ગઇ છે.

ઇડર તાલુકામાં ગુરુવાર રાત્રે 3 વાગે વાતાવરણમાં પલટો આવ્યો અને ઝરમર વરસાદ વરસ્યો હતો. શુક્રવારની વહેલી સવાર સુધી ઝરમર વરસાદ આવ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...