અકસ્માત:હિંમતનગરમાં પોલીસની ગાડીને ડાલાએ ટક્કર મારી

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર હેડ ક્વાર્ટરથી ટ્રાફિક પોલીસ સ્ટાફ બોલેરો લઇને પાયલોટીંગમાં જતા હતા. તા તે દરમિયાન ડાલા ચાલકે ટક્કર મારતાં બોલેરી ફંગોળાઇ ગઇ હતી અને નુકસાન થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર ડાલા ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.

તા.19-11-21 ના રોજ વહેલી સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે ટ્રાફિક પોલીસ સ્ટાફના ડ્રાઇવર મનુભાઇ રૂપાજી કલાસવા તથા ગાડી ઇન્ચાર્જ નિતેશકુમાર લાલાભાઇ અને ઉપેન્દ્રસિંહ બોલેરો નં. જી.જે-09-જી.એ-0506 જી.પી-13 લઇને હેડ ક્વાટર એમ.ટી. શાખામાંથી સી.આર. પાટીલના પાયલોટીંગમાં જવા નીકળ્યા હતા.

અને હેડ ક્વાટરના મેઇન દરવાજાથી પસાર થઇ પોસ્ટ ઓફિસ તરફ જવા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પીકઅપ ડાલા નં. જી.જે-31-ટી-3945 ના ચાલકે સરકારી બોલેરોને ડ્રાઇવર સાઇડને ટક્કર મારતાં ગાડી એકદમ ફંગોળાઇ ગઇ હતી અને ડાલા ચાલક ડાલુ લઇને ફરાર થઇ ગયો હતો. જેનો પીછો કરતાં ટક્કર મારનાર ડાલાનો ચાલક આગળ જઇ રજા મસ્જિદ પાસે ડાલુ મૂકી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...