સાયકલિંગ અભિયાન:સાયકલિંગથી ફેફસા મજબૂત થાય છે, ફેફસાં મજબૂત હશે તો કોરોના સામે પણ લડી શકાશે

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારી સામે લડવા 50 દિવસ 50 કિમી સાયકલિંગ અભિયાન
  • હિંમતનગર ટુ ગેધર ક્લબના યુવાનોનું સાયકલિંગ અભિયાન

હિંમતનગરના ટુ ગેધર ક્લબના યુવાનોએ કોરોના સામે લડવા ક્લબના મેહુલભાઈ જોશીના સાનિધ્યમાં 50 દિવસ અલગ-અલગ સ્થળોએ 50 કિમી સાઈકલિંગ કરી શ્વાસોશ્વાસની પ્રક્રિયા મજબૂત બને અને નિરોગી પણ રહી શકાય એ માટેનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં અન્ય યુવાનોને પણ પ્રેરાઈને રોજ બરોજ સાયકલિંગ કરી સ્વાસ્થ્ય નિરોગી રાખવા સંદેશો આપ્યો હતો.

ટુ ગેધર ક્લબના ચિરાગ પટેલ, રાજુભાઈ મોદી, અનંત પટેલ, વિવેક પંચાલ સહિત ના યુવાનોએ કોરોના સામે લડવા 50 દિવસ 50 કિમી સાયકલિંગ કરો કોરોનાને હરાઓ અભિયાન અંર્તગત 50 કિમીની સાયકલ યાત્રા શરૂ કરી હતી. જેમાં અન્ય યુવાનોને પણ આ અભિયાનમાં સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિથી પ્રેરાઈને જોડાયા હતા અને આ મહામારી માં વ્યક્તિએ રોજ સાયકલિંગ કરવું જોઈએ જેથી તમારા ફેફસા મજબૂત બને અને કોરોના જેવી અન્ય મહામારી ના રોગો સામે પણ લડી શકાય તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...