તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક સમસ્યા:હિંમતનગરના પાણપુર પાટિયા નજીક સંજરનગર જતાં ડિવાઈડર પર કટ મૂકો

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકો રોંગસાઇડે ઘૂસી જતાં અકસ્માત અને ટ્રાફિક થાય છે

હિંમતનગર વિજાપુર રોડ પર પાણપુર પાટિયા પાસે સંજરનગર તરફ જતાં રોડ પર ડિવાઇડર કટ ન હોવાના કારણે વાહનચાલકો રોંગ સાઇડ પર વાહનો હંકારે છે.જેના કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો બને છે. તેમજ ટ્રાફિક જામ થાય છે. સંજરનગરથી નીકળતા રોડની સામે ડિવાઇડર પર કટ મૂકવા લોકોની માંગ થઇ રહી છે. સંજરનગર વિસ્તારમાંથી નીકળતો રસ્તો મુખ્ય માર્ગને જોડાય છે.પરંતુ મુખ્ય માર્ગ પર ડિવાઇડર કટ ન હોવાના કારણે પાણપુર પાટિયા અને મહેતાપુરા જતાં વાહન ચાલકો રોંગ સાઇડ ઉપર વાહન ચલાવે છે.

જેના કારણે રોજ બરોજ અકસ્માતના બનાવો બને છે. તેમજ સવાર સાંજના સમયે ટ્રાફિક જામ થાય છે. અકસ્માતના નિવારણ માટે તેમજ ટ્રાફિકના નિયમો જળવાય તે માટે સંજરનગરને જોડતા મુખ્ય માર્ગ પર ડિવાઇડર કટ મૂકવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...