પંચાયત ચૂંટણી મેળો- 2021:મતગણતરી કેન્દ્રો પર સમર્થકોની ભીડ ઊમટી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડર - Divya Bhaskar
ઇડર

ઇડરના લાલપુરના સરપંચ તરીકે ઉપેન્દ્રસિંહ અને અશોકભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. જેમાં અશોકભાઈ પટેલ 1300 મતથી વિજયી થતાં અશોકભાઈના સમર્થકોએ અબીલ ગુલાલથી વધાવ્યા હતા.

પોશીના
પોશીના

પોશીના મતગણતરી કેન્દ્ર પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

ભિલોડા
ભિલોડા

ભિલોડા મતગણતરી કેન્દ્ર પર સરપંચ અને સભ્યોના સમર્થકોના લોકોના ટોળા ઊમટી પડ્યા હતા.

ઇડરના કાનપુરમાં વસુમતીબેન પટેલ 843 મતોથી વિજેતા થયા
ઇડરના કાનપુરમાં સરપંચ ઉમેદવાર માટે વસુમતિબેન પટેલ અને દ્વારકાબેન પંચાલ વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં વસુમતિબેન સુરેશભાઈ પટેલે 843 મત મેળવી પંચાયતમાં સરપંચ બન્યા હતા. વસુમતિબેન પટેલ જંગી બહુમતીથી વિજયી બનતાં સમર્થકોએ અબીલ ગુલાલ ઉડાડી વિજ્ય ઉત્સવ મનાવ્યો હતો.

મોડાસાના બામણવાડમાં ચંદાબેન પટેલ 480 મતોથી વિજયી બન્યા
મોડાસા તાલુકાના બામણવાડ ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં બામણવાડ ગામના ઉમેદવાર ચંદાબેન રાહુલભાઇ પટેલ 480 વોટ થી સરપંચપદે બિરાજમાન થતાં ગામલોકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો.

ખેડબ્રહ્મામાં મતગણતરીએ સમર્થકોની ભીડ ઉમટી પડી ખેડબ્રહ્મા તાલુકાની 14 ગ્રામ પંચાયતોની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી વહેલી સવારથી જ ઉમેદવારો અને ટેકદારોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમ જેમ વિજેતા જાહેર થતાં હતા તેમ તેમ ટેકેદારો ઉત્સાહમા આવી જતા હતા અને વિજેતા સરપંચને ઉંચકી હાર પહેરાવી ગુલાલ ઉડાડી વિજયોત્સવ માનવતા હતા.

સરડોઈ પંથકની પં.માં ત્રણ માંથી 2 મહિલાઓ વિજેતા મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામપંચાયતના વિજયી સરપંચ ઉષાબા જયદત્તસિંહ પુવાર, ટીંટીસર -સજાપુર ગ્રામ પંચાયતના સરપંચ ચિંતનભાઈ મોતીભાઈ ચૌધરી તેમજ શામપુર ગૃપ ગ્રામ પંચાયતના વિજયી સરપંચ વજીબેન રેવાભાઈ પટેલ(લાલપુર ) જંગી બહુમતીથી ચૂંટાતાં પંથકના લોકોએ અભિનંદન પાઠવી બહુમાન કર્યું હતું.

અરવલ્લી જિલ્લામાં મતગણતરી કેન્દ્રો ઉપર લોકોની જોખમી ટોળાશાહી
સમગ્ર અરવલ્લી જિલ્લામાં એક તરફ થોડા સમય પહેલા કોરોના કહેર ને લઇ અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે બીજી બાજુ કોરોના ગયો નથી અને બીજી બાજુ લોકો ભાન ભૂલી જઈ ચૂંટણીમાં ટોળાશાહી કરી દેતાં કોરોના વધુ વકરે તેવી દહેશત ઉભી થઇ છે. હજારો લોકો એકબીજાને ગળે મળી ચૂંટણીમાં એટલી હદે વ્યસ્ત બની ગયા હતા.આ અંગે બાયડના ગોલ્ડ મેડાલિસ્ટ સર્જન ડો. મહેન્દ્ર પટેલ, ડો. પ્રકાશભાઈ શાહ, ડો.મિનેષ ભાઈ ગાંધીએ જણાવ્યું કે ઓમિક્રોન એક તરફ માથું ઉચકી રહ્યો છે ત્યારે ભીડ એકત્ર થઇ છે તે આગામી સમયમાં ચિંતાનો વિષય ગણી શકાય ટોળાઓ એકબીજાને સાથે ભેગા થાય તે ખૂબ ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરે તેવી શક્યતા છે.

માલપુર પં.ની ચૂંટણીમાં વર્તમાન સરપંચ જીત્યા
તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત માલપુરની ચૂંટણીઓમાં સરપંચ સહિત વોર્ડ સભ્યોનો વિજય થયો હતો. સરપંચ તરીકે ઉભા રહેલા ચાર ઉમેદવારો પૈકી વર્તમાન સરપંચ ભારતીબેન મહેશભાઈ ઉપાધ્યાય 222 જેટલા મતોથી ભવ્ય વિજયી બન્યા હતા. વિજય હતા સરઘસ કાઢયો હતોતથા મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિંમતનગર |હિંમતનગરના હાપા કાટવાડમાં દાવડા ઇમરાનભાઇ સરપંચમાં તથા સભ્યમાં ઝાલા જીતેન્દ્રસિંહ અને ઝાલા મહેન્દ્રસિંહનો વિજય થતાં ગામમાં વરઘોડો નીકાળ્યો હતો.

ધનસુરા તાલુકાની 13 ગ્રા. પં. માંથી 5 પં.નું પરિણામ જાહેર, 8 પંચાયતોની મતગણતરી મોડે સુધી ચાલુ રહી
ધનસુરા તાલુકાની 13 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ધનસુરાની જે.એસ.મહેતા હાઈસ્કૂલમાં યોજાઇ હતી. તાલુકાની 13 ગ્રામ પંચાયતોમાંથી 5 ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યના પરિણામ જાહેર કરાયા હતા.

પંચાયત સરપંચ વિજેતા મેળવેલ મત

  • રમોસ કમલેશભાઈ કાંતિભાઈ પટેલ 1132
  • અંબાસર લાલુસિંહ બાલુસિંહ પરમાર-397
  • ઉદેપુર ફૂલસંગભાઈ સોલંકી 1002
  • બુટાલ હિનાબેન મહેન્દ્રસિંહ ઠાકોર1088
  • કીડી-સુખસિંહ મકવાણા 487

શામળાજી પંથકના ગામોમાં પં.ના વિજેતા ભગવાન શામળિયાના દર્શને
શામળાજી પંથકના નવાગામ, જાબચિતરીયા દેવનીમોરી, વેણપુર, અણસોલ, શામળપુર, દહેગામડા, સરપંચ પદે વિજેતા થતાં ઉમેદવારોએ શામળિયા ભગવાન આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ડીજેના તાલે જીતેલા ઉમેદવારોએ સરઘસ કાઢ્યા હતા. }અલ્પેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...