કમ્મરતોડ વધારો:પેટ્રોલ 100ને પાર, બહાર જતાં પહેલા હવે વિચારવું પડે છે

હિંમતનગર/મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની ફોરવ્હીલ ગાડીઓમાં સીએનજી લગાવીને ફરવાની લોકોને નોબત

દેશમાં પેટ્રોલ ડીઝલના વધી રહેલ ભાવ પ્રજાજનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટુવ્હીલર અને ફોર વ્હીલર લઇને જવા માટે વિચારવા પર મજબૂર કરી રહ્યા છે. ગુરૂવારથી ભાવ રૂ.100 ને પાર કરી જતાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અરવલ્લીમાં પેટ્રોલના ભાવ વધવાની સાથે બે દિવસમાં 1 લિટરના ભાવ 100 રૂપિયા ને પાર કરી જતાં બાઇક ચાલકો અને ફોર વ્હીલરના ચાલકો ને ભાવ ન પરવડતાં હવે જૂની ફોરવ્હીલ ગાડી ખરીદી સીએનજી કરવાની નોબત આવી હોવાનું બાઇકચાલકો જણાવી રહ્યા છે.

ભાવ વધે તો પણ પેટ્રોલ તો પુરાવું જ પડશે
ઇડર
ઇડર સદાતપુરા ગામના દીક્ષિતભાઇ ભરતભાઈ પટેલે જણાવ્યું કે મોંઘવારીની માર 100 ટકા પડે છે પહેલા ગમે ત્યાં જવું હૉય તો જતા રહેતા પણ હાલમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા ઉપર જતાં કોઈ જગ્યા જવું હોય તો વિચાર કર્યા વગર ન જવાય તેવી પરિસ્થિતિ છે, મધ્યવર્ગના લોકો માટે મુશ્કેલી વધી છે.

પ્રાંતિજ
ડીઝલ પંપ ઉપર બોલેરો ગાડી માં ડીઝલ ભરાવતા રાજેશભાઈએ જણાવ્યું છેલ્લા ઘણા દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહેલ સરકાર પોતાના ખાડા પુરવા અને આવક ઊભી કરવા વધારી રહી છે. સરકારી ગાડીઓમાં 40 થી 42 રૂપિયા આસપાસ ફ્યુલ ભરી આપવામાં આવે છે અને સામાન્ય નાગરિકને ચુસી લેવામાં આવી રહ્યો છે.

હિંમતનગર
હિંમતનગર પથિક પેટ્રોપપંપમાં પેટ્રોલ ભરાવવા આવેલ નરેશભાઇ પંચાલે જણાવ્યું કે ભાવ વધે તોયે પેટ્રોલ તો ભરાવવું જ પડશે.

ખેડબ્રહ્મા
જયપ્રકાશ જોશીએ જણાવ્યું કે પેટ્રોલ જીવન જરૂરી વસ્તુ થઈ ગઇ છે એ વધે તો પણ પુરવું તો પડશે જ

પેટ્રોલ અને ડીઝલના ભાવ

મોડાસા
હિન્દુસ્તાન પેટ્રોલિયમ 100.84
એસ્સાર પેટ્રોલિયમ 101.23

પ્રાંતિજ
પેટ્રોલ : 100.48
ડીઝલ : 99.34

ખેડબ્રહ્મા
એચ.પી.
પેટ્રોલ : 101.32
ડીઝલ : 100.18
ઇન્ડિયન ઓઇલ
પેટ્રોલ : 101.25
ડીઝલ : 100.11

મહેસાણા
પેટ્રોલ
ભારત પેટ્રોલીયમ 100.16
એચ.પી(નોર્મલ) 100.06
એચ.પી( પાવર) 103.50
ઇન્ડીયન ઓઇલ 100.14

ઇડર
પેટ્રોલ : 100.98
ડીઝલ : 99.84

હિંમતનગર
પેટ્રોલ : 100.71
ડીઝલ : 99.58

પાલનપુર
પેટ્રોલ: 99.91,
ડીઝલ: 98.81

પાટણ
પેટ્રોલ : 100.07
ડીઝલ : 98.96

અન્ય સમાચારો પણ છે...