તપાસ:તલોદના માલવણની સગીરાની ગામના યુવકે છેડતી કરતાં ગુનો

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથ પકડી ગાડીમાં બેસાડવા પણ પ્રયાસ કર્યો
  • ​​​​​​​સગીરા​​​​​​​ ખેતરમાંથી ઘાસચારો લઇ આવતી હતી

તલોદના માલવણની સગીરા ખેતરમાંથી ઘાસચારો લઇને આવતી હતી તે વખતે ગામના યુવકે હાથ પકડી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરી છેડતી કરતા સગીરાએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તા.03-03-22 ના રોજ સાંજે છ એક વાગ્યે માલવણની સગીરા એકલી ખેતરમાંથી ઘાસચારો લઇને આવતી હતી. તે દરમિયાન રસ્તામાં કાર લઇ આવેલ જાલમસિંહ માનસિંહ ચૌહાણે (રહે.માલવણ તા.તલોદ) સગીરાને ઉભી રાખી હાથ પકડી કારમાં બેસાડવાનો પ્રયત્ન કરતા સગીરાએ હાથ છોડવાનું કહેતા જાલમસિંહે હાથ છોડ્યો ન હતો. જેથી સગીરાએ બૂમાબૂમ કરી હતી. દરમિયાન સગીરાના કાકા આવતા હોઇ જાલમસિંહ જોઇ જતાં તેની કાર લઇને જતો રહ્યો હતો.

સગીરાએ આ ઘટના બાબતે પરિવારને વાત કર્યા બાદ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાલમસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...