તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેડબ્રહ્મામાં સર્વિસ સ્ટેશન ચલાવનાર વેચાણકર્તા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 861.40 ચો.મી. જમીન પોણા ચાર વર્ષ અગાઉ વેચાણ કરવા છતાં પચાવી

ખેડબ્રહ્મામાં પોણા ચાર વર્ષ અગાઉ 861.40 ચો.મી. જમીન રૂ.9.50 લાખમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યા બાદ જગ્યાનો કબ્જો ન સોંપતાં અને જમીન ખાલી કરવાનું કહેતા ધમકીઓ આપી કાઢી મૂકવાના મામલામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કલેક્ટરને અરજી કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વેચાણકર્તા અને સર્વિસ સ્ટેશન ચલાવનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ખેડબ્રહ્મામાં રહેતા ઇન્દિરાબેન ગણેશભાઈ પટેલે કલોલ કંપાના અંબાલાલ શામજીભાઈ પટેલની ખેડબ્રહ્માની સીમમાં આવેલ બિનખેતી સર્વે નં. 3490 પૈકીની 861.40 ચો.મી. જમીન તા. 04-12-17 ના રોજ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રૂ.9.50 લાખમાં વેચાણ રાખી હતી. આ જમીનમાં સર્વિસ સ્ટેશન બનાવેલ હોઇ અંબાલાલ પટેલે 6 માસમાં ખાલી કરી આપવાનું અને ખાલી ન કરે તો દર 6 માસે રૂ. 2 લાખ ભાડુ આપવાનું જણાવી એક જ વખત રૂ. 2 લાખ ભાડું આપ્યું હતું.

પોણા ચાર વર્ષ દરમિયાન ઇન્દિરાબેન અને તેમના પતિએ અવારનવાર જગ્યા ખાલી કરી આપવા સર્વિસ સ્ટેશન ચલાવતા દેવેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ (રહે. નાદરી વડાલી) અને અંબાલાલ પટેલને કહેવા જતાં ગાળો બોલી ધમકીઓ આપી કાઢી મૂકતા હતા અને જમીન પચાવી પાડેલ હોઇ જૂન - 2021માં લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓ અંતર્ગત કલેક્ટરને અરજી કરતાં તપાસ અહેવાલને આધારે તા.23-08 ના રોજ બંને સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...