પ્રાંતિજના મતાસણની પરિણીતાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ ગુજારતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય જણાં વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજના મૌછા ગામની ગીતાબેન જસવંતસિંહ ચૌહાણના લગ્ન મતાસણના દશરથસિંહ બળવંતસિંહ રાઠોડ સાથે થયા બાદ સાસુ ચકુબેન ઘરકામ બાબતે બોલાચાલી કરતા હતા અને સસરા બળવંતસિંહ ઉદેસિંહ રાઠોડ અને રવિન્દ્રસિંહ બળવંતસિંહ રાઠોડે ગીતાબેનને તારા બાપના ઘેર થી કઈ લાવી નથી કહી મહેણા ટોણાં મારી સાસુ, સસરા અને દિયરે પતિ દશરથસિંહ બળવંતસિંહ રાઠોડની ચઢવણી કરતાં ગીતાબેનને અપશબ્દો બોલી માર મારી જીવતી સળગાવી મારવાની ધમકી આપી બધાયે ગીતાબેન પાસે કરિયાવર પેટે બાઈક લાવવા રૂ. 50 હજાર માંગી અવારનવાર બોલાચાલી ઝઘડો કરી ત્રાસ ગુજારતાં ગીતાબેને હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.