ફરિયાદ:વડાલીના યુવકને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરતાં માતા, 2 પુત્રી સામે ગુનો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી યુવક સાથે શરીર સંબંધ બાંધી 1.64 લાખ પડાવ્યા

રાજસ્થાની સોનાની સમાજના સંમેલનમાં મળેલ હિંમતનગરના કાંકણોલમાં રહેતી 42 વર્ષીય ત્રણ સંતાનોની માતાએ ઇન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી વડાલીના યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવકને શરીર સંબંધ બાંધવો રૂ.1.64 લાખમાં પડ્યો હતો. વારંવાર બ્લેકમેલીંગ અને દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકીઓ આપતાં યુવકે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા અને તેની બે પુખ્ત દીકરીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ વડાલીમાં રહેતા મનીષકુમાર ગોપાલચંદ્ર સોની માર્ચ -20 માં ખેડબ્રહ્મામાં યોજાયેલ સમાજના સંમેલનમાં મીનાબેન ભંવરલાલ સોની (રહે. કાંકણોલ તા. હિંમતનગર મૂળ રહે. મંડાર તા.જી. શિવેર રાજસ્થાન) મળ્યા હતા. ત્યારબાદ દોઢેક માસ પછી મીનાબેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ બે - ત્રણ મહિના સુધી ફોન અને વોટ્સએપ કોલીંગથી વાતચીત થતી હતી. દરમિયાન મીનાબેને તમે હિંમતનગર આવો નહીતર હું આત્મહત્યા કરીશ તેવું જણાવતાં તા. 17-07-20 ના રોજ મનીષકુમાર હિંમતનગર બસ સ્ટેન્ડ આવ્યા હતા અને મીનાબેન લેવા આવતા બંને હિંમતનગર - ઇડર રોડ પર આવેલ રોયલ હોટલમાં ગયા હતા અને બંને વચ્ચેના પ્રેમસંબંધ બાબતે વાતચીત કરી સાથે લાવેલ સેનેટાઇઝર પીવાની ધમકી આપી દબાણ કરી સિંદૂર પુરાવ્યું હતું અને શરીર સંબંધ બાંધ્યો હતો અને બીજા દિવસે તેમના ઘેર લઇ ગયા હતા.તા.02-08-20 ના રોજ પણ આત્મહત્યા કરવાની ધમકી.

આપી લગ્ન કરવા દબાણ કર્યા બાદ તેમના ઘેર બોલાવી દીકરી કવિતા અને દિકરા રણજીતની હાજરીમાં રૂમમાં લઇ જઇ શરીર સંબંધ બાધ્યો હતો. મનીષકુમારના આક્ષેપ અનુસાર આ પછી બ્લેકમેલીંગ શરૂ થયુ હતુ અને રૂ.80 હજારની સાડી, ડ્રેસ કુર્તીઓ તથા 84 હજાર રોકડા મળી કુલ રૂ.1.64 લાખ લઇ લીધા હતા. ત્રણ બાળકોની માતા હોઇ મનીષકુમારે આ બધુ ખોટુ હોવાનું કહેતા આત્મહત્યા કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી મનીષકુમારની જાણ બહાર તા.12-01-21 ના રોજ મીનાબેન અને તેમની દીકરી કવિતા શિરોહી પહોંચી ગયા હતા અને મનીષકુમારની માતા કાંતાદેવીને મને કંકુના પગલા કરાવી તમારા ઘરમાં લાવો કહેતા કાંતાદેવીએ કંકુના પગલા પડાવી મીનાબેનને ઘરમાં લઇ ગયા હતા અને બીજા દિવસે બધા દર્શન કરવા ગયા હતા.મીનાબેનની દીકરી સોનલ અને કવિતાએ પણ છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે મનીષકુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે માતા અને બંને દિકરી સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...