કાર્યવાહી:ખેરોજમાં રમીલાબેન બારા-ભાજપના હોદ્દેદારોનું પૂતળું બાળતાં 3 સામે ગુનો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરાના દિવસે ત્રણે જણાં ખેરોજ ત્રણ રસ્તે પૂતળું બાળતા હતા
  • ​​​​​​​ઘટનાનો વીડિયો મળતાં પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો

ખેરોજ ત્રણ રસ્તા પર દશેરાના દિવસે સાંસદ અને ભાજપના હોદ્દેદારોનું પૂતળાદહન કરવામાં આવ્યુ હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે 3 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.15-10-21 ના રોજ ખેરોજ પીઆઇ કે.એમ.વાઘેલા તથા સ્ટાફ જોટાસણમાં ગુનાઓની તપાસમાં હતા.

તે દરમિયાન પાટડીયાના ભાજપના કાર્યકર શિવાભાઇ પરમારે સોશિયલ મીડિયામાં પર ખેરોજ ત્રણ રસ્તા ખાતે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા તથા ભાજપના બીજા પદાધિકારીઓ સહિત વનવાસી સમાજના આગેવાનો મંત્રી નિમીષાબેન સુથાર આદિજાતિ મંત્રીના પોસ્ટરવાળા પૂતળાનું દહન અને સૂત્રોચ્ચાર કરતાં ત્રણ શખ્સોનો વીડિયો મોકલ્યો હતો.

જેમાં વીડિયોમાં દેખાતાં ત્રણ શખ્સોની તપાસ કરતાં સંદિપભાઇ સંગ્રામભાઇ પરમાર (રહે. સાંઇનાથ સોસા. ખેડબ્રહ્મા), જીગરભાઇ સોલંકી (રહે. ખેરમાળ તા. દાંતા) અને તુષાર સોલંકી (રહે. નાડા તા. પોશીના) જાહેરમાં કોઇ પણ પ્રકારની મંજૂરી વિના પૂતળાનું દહન કરી અપમાન કરવા સૂત્રોચ્ચાર કરી ફરાર થઇ જતાં પોલીસે ત્રણેય શખ્સો સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...