તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દેરોલ ગામે બાઇક લઇને ઊભા રહેવા મામલે જૂથ અથડામણ, સરપંચ સહિત 10 સામે ગુનો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક લઈ વચ્ચે કેમ ઉભા છો કહી ઠપકો આપતાં લોખંડની પાઇપથી હુમલો

હિંમતનગરના દેરોલમાં બાઈક લઈ વચ્ચે કેમ ઉભા છો તેમ કહી ઠપકો આપવાની સામાન્ય બાબતમાં એક સમાજના બે પરિવારો બાખડતાં બંને પક્ષોએ સરપંચ ભગીરથસિંહ ઝાલા સહિત 10 સામે ફરિયાદ દાખલ થઇ છે.

દેરોલમાં શુક્રવાર સાંજે યોગેન્દ્રસિંહ, નવલસિંહ, યશપાલસિંહ, રણજીતસિંહ,ગામના સરપંચ ભગીરથસિંહ, જશપાલસિંહ, મણુંસિંહ ઝાલા (તમામ રહે.દેરોલ) પૈકી યોગેન્દ્રસિંહ લોખંડની પાઇપ લઈને તથા યશપાલસિંહ હાથમાં લાકડી લઈને હર્ષવર્ધનસિંહને કહેલ કે તમો કિરપાલસિંહના ઘેર બાઈક લઈ વચ્ચે કેમ ઉભા છો તે કહી ઠપકો આપેલ તે વખતે હર્ષવર્ધનસિંહે કહેલ કે અમારે કુટુંબમાં અંદરો અંદર બોલાચાલી થયેલ છે તેમાં તમારે કોઈ લેવા દેવા નથી તેમ કહેતા યોગેન્દ્રસિંહે હર્ષવર્ધનના હાથે લાકડી મારતાં સામાન્ય ઇજા થઇ હતી. હર્ષવર્ધન સિંહ અનારસિંહ ઝાલા (25 રહે.દેરોલ) હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી.

શુક્રવાર સાંજે કિરપાલસિંહ ભગવતસિંહ ઝાલા(ઉ. વ.33 રહે. દરબાર ગઢ દેરોલ) ગામમાં આવેલ નટવરસિંહ જસવંતસિંહ રાઠોડના પાર્લર પાસે મસાલો ખાઈ ગાડીમાં બેસવા જતા હતા ત્યારે મહાવીરસિંહ તથા લગધિરસિંહ ઝાલા તેમનું બુલેટ લઈ આવી ગાડી આગળ મૂકતા કિરપાલસિંહે હટાવવાનનું કહેતા તેની અદાવત રાખી હર્ષવર્ધનસિંહ, મહાવીરસિંહ, અનારસિંહ,ઉદેસિંહ, કિરપાલસિંહના ઘેર આવી ગાળો બોલી તું કેમ અમારા છોકરાઓને રસ્તામાં બુલેટ હટાવવાનું કહેતો હતો તેમ કહી ઉશ્કેરાઇ હર્ષવર્ધનસિંહે કિરપાલસિંહને હાથમાંની લોખંડની ધારવાળી પટ્ટી મારી ઇજા પહોંચાડી હતી.

પ્રદ્યુમનસિંહ અને યશપાલ સિંહે રસ્તામાં આવી હવે પછી અમારા છોકરાઓને આવતાં જતાં રોક્યા છે તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. કિરપાલસિંહને કપાળના ભાગે ઇજા થતાં તેઓએ ગ્રામ્ય પોલીસમાં શનિવારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...