તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શુક્રવારે સાંજે ચારેક વાગ્યાના સુમારે હિંમતનગરના કાનડા રોડ પરથી પ્લાસ્ટિક બાંધેલ ડાલુ પૂરઝડપે જઈ રહ્યુ હતું. જેથી એએચપી અને રાષ્ટ્રીય બંજરંગદળના કાર્યકરોને શંકા જતા ડાલાનો પીછો કરી ઉભુ રખાવી તપાસ કરતાં એક ગાય અને બળદ મરણતોલ હાલતમાં બાંધેલા જોવા મળતાં પોલીસને જાણ કરતા પોલીસે બે સામે ફરિયાદ નોંધી હતી.
શુક્રવારે વિજાપુર બાજુથી ડાલુ નં. જી.જે-09-ઝેડ-0062 કાનડા રોડ પરથી પૂરઝડપે આવતું હોવાથી સાંજે ચારેક વાગ્યાના સુમારે એએચપી અને રાષ્ટ્રીય બંજરંગદળના કાર્યકરોને શંકા જતા ડાલાનો પીછો કરતા ઇલોલ ચાર રસ્તા નજીક ડાલુ ઉભુ રખાવી તપાસ કરતાં ડાલામાં એક ગાય અને બળદને મરણતોલ હાલતમાં બાંધેલ જોવા મળતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
જેથી પોલીસે સ્થળ પર પહોંચી ડાલાના ચાલક રૂત્વીક મહેશભાઇ પટેલ (રહે. કાંણીયોલ તા. હિંમતનગર)પાસે ડાલાના કાગળો, આરટીઓ પરમીટ તેમજ ગાય અને બળદની ખરીદી ક્યાંથી કરી તે બાબતે પૂછતા વિજાપુર બાજુના ગામથી લીધેલ હોવાનુ જણાવતાં અને કેટલામાં લીધા તે બાબતે પૂછતા જવાબ ન આપતાં કતલખાને લઇ જવાતા હોવાની શંકાને આધારે ડાલાના ચાલક સહિત અન્ય લાલો નામનો શખ્સ સામે પશુસંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.