આવેદનપત્ર:ગૌ તસ્કરી- ગૌ માંસનું વેચાણ અટકાવવા વીએચપીની માંગ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં ખૂલ્લેઆમ થતું ગૌ માંસનું વેચાણ અટકાવવા એસપીને આવેદનપત્ર

સા.કાં. વીએચપી અને બજરંગદળે જિલ્લામાં રાત્રે થતી ગૌ તસ્કરી અને હિંમતનગરમાં વહેલી સવારે કસાઈની દુકાનોમાં ગૌ માંસનું ખુલ્લેઆમ થતું વેચાણ અટકાવવા સા.કાં. એસ.પી.ને આવેદન આપ્યું હતું.

જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા. 14-09-20 ના રોજ આવેદન મુજબ સરકારના નિયમ અનુસાર કોઈ પણ સજીવ પ્રાણીઓની હેરફેર સૂર્યોદય થી સૂર્યાસ્ત દરમિયાન જ કરવાની હોય છે છતાં હિંમતનગરતથા ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રી દરમિયાન ગૌ તસ્કરી હાઇવે મારફતે થઈ રહી છે અને ગૌ રક્ષકો દ્વારા તેને અટકાવવાનો પ્રયત્ન કરતાં ખાટકીઓ દ્વારા જીવલેણ હુમલા થઈ રહ્યા છે. બીજી બાજુ હિંમતનગર શહેરમાં કસાઈની દુકાનોમાં વહેલી સવારે જ ખુલ્લેઆમ કોઈ પણ જાતની રોકટોક વગર ગૌ માંસ નું વેચાણ અટકાવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...