તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

હિંમતનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આમેના કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું} મુનીર મનસુરી - Divya Bhaskar
આમેના કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું} મુનીર મનસુરી
 • 20 ઓક્સિજન સહિત 60 બેડની વ્યવસ્થા, રાહત દરે સારવાર મળશે

હિંમતનગરમાં વિજાપુર રોડ પર આરટીઓ સર્કલ પાસે ટ્રસ્ટ દ્વારા 20 ઓક્સિજન સહિત 60 બેડની સુવિધા ધરાવતું રાહત દરે સારવાર પૂરું પાડતું કોવિડ કેર સેન્ટર શુક્રવારે શરૂ કરાતાં કોરોના દર્દીઓને રાહત દરે અને ઝડપથી સારવાર મળી રહેશે. જામિયા અમીનુલ કુરઆન ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર વિજાપુર રોડ ઉપર આરટીઓ સર્કલ પાસે 60 બેડની સુવિધા સાથેનું આમેના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 20 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવતા છે. 40બેડ જનરલ ઓપીડીની સુવિધા ધરાવતા છે. જેમાં કોરોનાની હળવી અસર ધરાવતા દર્દીઓને સારવાર અપાશે.

હિંમતનગરમાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર પૂરી પાડી સાજા કરનાર ફિજીશિયન ડો.એમ.એમ.સુરતીના માર્ગદર્શનમાં 4 ડોકટરો સેન્ટરમાં સારવાર આપશે. દાખલ થનાર દર્દીઓને નિ:શુલ્ક જમવાની વ્યવસ્થા છે. 24 કલાક મેડિકલ ઓફિસર, નર્સિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે. મેડિકલ સ્ટોર સહિત 24 કલાક એમ્બ્યુલન્સ સેવા મળી રહેશે. સેન્ટરનો નિભાવ ખર્ચ કાઢવા રાહત દરે સારવાર અને લેબોરેટરીની ફી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો