તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:ભ્રષ્ટાચારી પોશીના તાલુકા પંચાયત ના SOની બદલી, બાંધકામ અને ગ્રામવિકાસ શાખામાં ભ્રષ્ટાચારની રજૂઆતો થઇ હતી

લાંબડીયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારની ફરિયાદો અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાગ્યું

હિંમતનગર તા.પં. માં ફરજ બજાવતા મૂળ ઇલોલના વતનીએ એક વર્ષ અગાઉ પોશીના એસ.ઓ. તરીકે બદલી માંગીને ગયા બાદ તેમના એક વર્ષના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતીની ફરિયાદો અંગે અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળુ જાગતાં અને તપાસ હાથ ધરી એસ.ઓ. ની ઇડર તા.પં. માં બદલી કરતાં પોશીના તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લાની અંતરિયાળ અને આદિવાસી બહુલ પોશીના તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી બાંધકામ અને ગ્રામ વિકાસ શાખામાં મોટા ઉપાડે ઉઘરાણા કરવાની સાથે ઊંચા વ્યવહાર સાથેના ભ્રષ્ટાચારની ચર્ચા જિલ્લાભરમાં ચર્ચાની ચકડોળે ચઢી હતી.જે અંગે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામપંચાયતો દ્વારા અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ હતી.

આ અંગે પોશીના તાલુકા પંચાયતની બંધકામશાખા, પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ, સ્વચ્છ ભારત મિશન વિભાગ અને નરેગા વિભાગમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ ઉચ્ચસ્તરે ગંભીરતાપૂર્વક નોંધ લઈને જિલ્લા કચેરીએથી તાત્કાલિક ધોરણે આ અંગે કડક કાર્યવાહી આરંભાતા તાજેતરમાં જ બાંધકામ શાખામાં એસ.ઓ. તરીકે સેવારત કે.આર.પરમારને એક જ વર્ષમાં કામોમાં કટકી વ્યવહારો બાબતે કડક કાર્યવાહીના ભાગરૂપે તેમની અનેક બચાવની દલીલો છતાં ભારે મને બદલીનો સામનો કરવો પડ્યો હતો.

હવે સંબંધિત વિભાગ દ્વારા ગ્રામવિકાસ શાખાના ભ્રષ્ટાચારી કર્મચારીઓનો નિવેડો લાવવામાં આવે તેવું તાલુકાના પદાધિકારીઓ અને ગ્રામપંચાયતોમાં ઉગ્ર માંગ ઉઠી છે અને તેમની સામે પણ ક્યારેક કાર્યવાહી હાથ ધરાય છે તેની પર મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...