કોરોના સંક્રમણ:સાબરકાંઠામાં 28 દિવસ બાદ કોરોનાની એન્ટ્રી વડાલી તાલુકાનો યુવક સંક્રમિત

હિંમતનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં છેલ્લે 11 માર્ચે કોરોનાનો કેસ નોંધાયો હતો
  • સંક્રમિત યુવક ગાંધીનગર લો કોલેજમાં અભ્યાસ કરે છે

સાબરકાંઠા જિલ્લામાં 14 માર્ચે કોરોનાનો છેલ્લો કેસ નોંધાયા બાદ 28 દિવસ બાદ કોરોનાની જિલ્લામાં ફરીથી એન્ટ્રી થઇ છે. વડાલી તાલુકાના 25 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા જિલ્લાજનોને સાવચેત રહેવા ચેતવણી મળી છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાલી તાલુકાનો 25 વર્ષીય યુવક ગાંધીનગર લો કોલેજમાં અભ્યાસ કરે છે અને ત્યાં કેટલાક વિદ્યાર્થી સંક્રમિત થતા વતન ખાતે આવ્યો હતો અને તકેદારીના ભાગરૂપે તેનું સેમ્પલ લેવાયુ હતું. ર્ડા. ચાંદનીએ જણાવ્યું કે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને કોઇપણ પ્રકારના લક્ષણો હજુ સુધી જણાયા નથી હોમ આઇસોલેટ છે અને સેમ્પલને જીનોમ સીકવન્સ માટે પણ મોકલવામાં આવ્યુ છે તથા યુવકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

બીજા અને ત્રીજા વેવની શરૂઆત પણ પ્રવાસી જિલ્લાજનો દ્વારા થઇ હતી ત્યારે જિલ્લાજનોએ તકેદારી રાખવાની જરૂર છે.નોંધનીય છે કે છેલ્લા 28 દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાયા બાદ તંત્ર દ્વારા પણ ટેસ્ટીંગનું પ્રમાણ ઘટાડી દેવાયુ છે અને ત્રીજા વેવની સરખામણીએ 25 ટકા ટેસ્ટીંગ થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...