તબીબી અભિપ્રાય:3-4 સપ્તાહમાં કોરોના સંક્રમણ ચરમે પહોંચવાનો પ્રારંભ થવાની સંભાવના

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીએ ઝડપથી વધી રહેલ કેસ : તબીબી અભિપ્રાય

કોરોનાની ક્રોનોલોજી જોતાં નવી લહેર શરૂ થઇ ગયાના એંધાણ મળી રહ્યા છે. ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ધીમા પગલે કેસ નોંધાવાનુ શરૂ થયા બાદ 60 દિવસમાં 145 કેસ નોંધાયા હતા ચાલુ વર્ષે 12 દિવસમાં 32 કેસ નોંધાઇ ચૂક્યા છે અને સંક્રમણ ઝડપથી વધી રહ્યુ હોવાનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે કોરોનાની સંભવિત નવી લહેરમાં આ વર્ષે પીક આવતા ચાર માસ જેટલો સમય નહી લાગે તેવુ જણાઇ રહ્યુ છે.

ડિસેમ્બર-21ના અંતિમ ચરણમાં કોરોનાના કેસ નોંધાવા શરૂ થયા બાદ જે રીતે પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે તે જોતા નવી લહેર શરૂ થઇ ગયાના એંધાણ મળી રહ્યા છે વિશેષજ્ઞો દ્વારા પણ સંભવિત નવી લહેર અંગે સમર્થન અપાઇ રહ્યુ છે. કોરોના સંક્રમણના ગત વર્ષના આંકડા અને છેલ્લા 12 દિવસના આંકડા જોતા સંક્રમણ વધુ ઝડપથી વધી રહ્યાનુ સ્પષ્ટ થઇ રહ્યુ છે.

ગત વર્ષે 16 જાન્યુઆરીથી કેસમાં ઘટાડો થવો શરૂ થયો હતો અને 16 ફેબ્રુઆરી સુધી 30 દિવસ દરમિયાન પ્રતિદિન એકાદ બે કેસ નોંધાતા હતા 17 ફેબ્રુઆરીએ 05 કેસ નોંધાયા બાદ સતત કેસમાં વધારો થયો હતો પરંતુ પ્રતિદિન બે આંકડા સુધી પહોંચવામાં વધુ 30 દિવસ લાગ્યા હતા અને 17 માર્ચે 10 કેસ નોંધાયા હતા. મતલબ છેલ્લા વેવમાં કોરોના કેસને ડબલ ડીજીટમાં પહોંચવામાં 60 દિવસથી વધુ સમય લાગ્યો હતો અને શરૂઆતના 32 કેસ નોંધાવામાં 18 દિવસથી વધુ સમય લાગ્યો હતો જ્યારે આ વખતે 12 દિવસમાં 32 કેસ નોંધાઇ ચૂક્યા છે.

બંને વખતની સ્થિતિમાં એક ફરક ચોક્કસ છે ગત વર્ષે સારવાર માટે દોડધામ હતી અને હોસ્પિટલોમાં બેડ ન મળવાની ચિંતા હતી જ્યારે ચાલુ વર્ષે 32 પૈકી એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી તમામ સંક્રમિતો હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

કોરોના નિયમોનું પાલન નહી થાય તો સંક્રમણ ચરમે પહોંચશે
સા.કાં. જિલ્લામાં વર્ષ 2020માં કોવિડ સારવાર માટે પહેલ કરનાર ર્ડા.એમ.એમ.સૂરતીએ જણાવ્યુ કે હાલમાં શંકાસ્પદ લક્ષણો સાથે આવી રહેલ દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આ વખતે દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.રીપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ ઓક્સિજન લેવલ ઘટી જવુ, પુષ્કળ તાવ આવવો સહિતના લક્ષણો જોવા મળ્યા નથી હાલના જેવી જ બેદરકારી ચાલુ રહેશે અને કોરોના નિયમોનું પાલન નહી થાય તો અગામી ત્રણ ચાર સપ્તાહમાં સંક્રમણ ચરમે પહોંચશે. પરંતુ ગત વર્ષ જેવી ચિંતાનુ કોઇ કારણ ન હોવાનુ તેમણે ઉમેર્યું હતું.

15 એપ્રિલથી 16 મે -2021 સંક્રમણ ટોચ પર રહ્યુ હતું: 31 દિવસમાં 3212 કેસ નોંધાયા હતા
ગત વર્ષે કોરોનાની લહેર માર્ચ માસમાં શરૂ થઇ હતી અને એપ્રિલ - મે માસ દરમિયાન સંક્રમણ ચરમે પહોંચ્યુ હતું. સપ્ટે-નવે-20 દરમિયાન સંક્રમણ ઢીલુ પડ્યા બાદ જાન્યુ-20 થી કેસ નોંધાવા શરૂ થયા હતા અને ફેબુ-21 માં લગભગ અઢીગણા કેસ નોંધાયા બાદ માર્ચ-21 માં ત્રણ ગણા અને 15 એપ્રિલથી 16 મે દરમિયાન પીક આવતા દસગણા એટલે કે 31 દિવસમાં 3212 કેસ નોંધાયા હતા. 3 જી મે 2021 ના રોજ સા.કાં. જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ 151 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...