તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર શહેરની ખેડતસિયા રોડ પર આવેલ કચ્છી સોસાયટીમાં દિવાળીના તહેવારો દરમિયાન 19 જેટલા વ્યક્તિઓ સંક્રમિત થતાં સોસાયટીના દરવાજા બંધ કરાયા છે રહીશો દ્વારા વાહનો બહાર મૂકી અવર-જવર યથાવત રખાઈ છે. કચ્છી સોસાયટીના પ્રમુખ અતુલભાઇ સોમપુરાએ રોષ વ્યક્ત કર્યો હતો કે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાયા નથી. સોસાયટીને સેનેટાઈઝ કરવી કે માસ સેમ્પલિંગ કરવા જેવા પગલાં લેવાયા નથી. રહીશો દ્વારા પણ વત્તા ઓછા અંશે બેદરકારી દાખવી રહી છે તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા ગ્રુપ મેસેજ પણ કર્યા છે. પૂર્વ ધારાસભ્યના ભાઈ છગનભાઈ દેવજીભાઈ પટેલની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા છે. કન્ટેન્ટમેન્ટ એરિયા હોવા છતાં તેનું નિયમન કરવા તંત્ર દ્વારા પગલાં લેવાયા નથી. બેરિકેડિંગ કરીને સંતોષ માની લેવાયો છે. શહેરના મહાવીરનગરમાં પણ અનેક સોસાયટીઓમાં સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાયો હોવા છતાં સ્થિતિ જૈસ ની તૈસ છે. પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સક્રિય થવાની જરૂરિયાત પ્રવર્તી રહી છે.
સંખ્યા બાબતે થોડી શંકા: આરોગ્ય વિભાગ
તમામ આવશ્યક પગલાં લેવાઈ રહ્યા છે સંખ્યા બાબતે થોડી શંકા છે સેનેટાઈઝેશન માટે પણ તજવીજ હાથ ધરાઈ છે. જેના માટે પાલિકાને જાણ કરી રહ્યા છીએ આરોગ્ય વિભાગનો સ્ટાફ નિયમિત મુલાકાત કરી રહ્યો છે. - ડૉ. જયેશ પરમાર, ટીએચઓ હિંમતનગર
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.