તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ઉત્તર ગુજરાતમાં કોરોના નવી ટોચે, એક દિવસમાં 210 કેસ

હિંમતનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર સિવિલ હોસ્પિટલના અર્બન હેલ્થ સેન્ટરમાં RTPCR ટેસ્ટ કરાવવા લાઇનો લાગી - Divya Bhaskar
હિંમતનગર સિવિલ હોસ્પિટલના અર્બન હેલ્થ સેન્ટરમાં RTPCR ટેસ્ટ કરાવવા લાઇનો લાગી
 • સા.કાં.ની 7 ખાનગી હોસ્પિટલમાંથી 6 પેક, 3 સિવિલમાં જ બેડ ખાલી, ધનસુરા મામલતદાર કચેરીના બે કર્મી અને ભિલોડામાં પુરવઠા વિભાગના નાયબ મામલતદારને કોરોના
 • સા.કાં.ની 7 ખાનગી હોસ્પિટલમાંથી 6 પેક, 3 સિવિલમાં જ બેડ ખાલી, ધનસુરા મામલતદાર કચેરીના બે કર્મી અને ભિલોડામાં પુરવઠા વિભાગના નાયબ મામલતદારને કોરોના

કોરોનાની બીજી લહેરમાં ઉત્તર ગુજરાત પણ સપડાયું છે. કોરોના જોખમી સ્તરે પહોંચ્યું હોય તેમ રવિવારે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 190 કેસ સામે આવ્યા હતા જ્યારે બીજા દિવસે સોમવારે વધુ 210 કેસ સામે આવતાં ઉત્તર ગુજરાતમાં કોરોના નવી ટોચે પહોંચ્યું છે.

સોમવારે ઉત્તરગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 88, પાટણ જિલ્લામાં 65, બનાસકાંઠા જિલ્લામાં 38 અને સાબરકાંઠા જિલ્લામાં 19 કેસ નોંધાતા કુલ 210 કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે આવેલા 19 કેસોમાં એક પોલીસકર્મી પણ સંક્રમિત થયો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રના બે કર્મીઓ અને ભિલોડામાં પુરવઠા નાયબ મામલતદાર પણ સંક્રમિત થતાં કચેરીને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવા રજૂઆત કરાઇ હતી.

સાબરકાંઠા જિલ્લામાં 7 ખાનગી કોવિડ હોસ્પિટલોમાંથી 6 હોસ્પિટલો પેક થઇ ગઇ છે. જ્યારે હિંમતનગર સિવિલ અને ઇડર સબ ડિસ્ટ્રીકટ અને ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બેડ ખાલી છે. 7 કોવિડ હોસ્પિટલોમાં 203 દર્દી સારવાર લઇ રહ્યા છે જીવન રક્ષક ગણાતા રેમડેસીવીર માત્ર 198 ડોઝ ઉપલબ્ધ છે.

તંત્ર દ્વારા એક્ટિવ કેસના આંકડા પણ સરકારના દબાણને પગલે છૂપાવાઇ રહ્યા છે.
હાલના ઉપચારમાં કારગર અને જીવન રક્ષક મનાઇ રહેલ રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરી માત્રામાં ઉપલબ્ધ નથી તબીબોના જણાવ્યાનુસાર પ્રથમ દિવસે બે ડોઝ અને ત્યારબાદ એક-એક એમ કુલ 06 ઇન્જેક્શનો દર્દીને આપવા જરૂરી હોય છે. સોમવારે બપોરે જિલ્લાની 7 કોવિડ હોસ્પિટલોમાં કુલ 203 દર્દી સારવાર હેઠળ હતા અને તેની સામે માત્ર 198 ડોઝ ઉપલબ્ધ હતા. દરેક હોસ્પિટલમાં પ્રતિદિન ત્રણથી ચાર નવા દર્દી આવી રહ્યા છે તેમને પણ ઇન્જેક્શનની જરૂરિયાત હોય છે. સૂત્રોના જણાવ્યાનુસાર બે-ત્રણ દિવસ સુધી સ્થિતિમાં કોઇ સુધાર આવે તેમ જણાતુ નથી અને સરકાર દ્વારા પણ આ જીવન રક્ષક દવાની અછત ન થાય તે માટે આયોજન કરાયું નથી.

વધુ જથ્થા માટે આગળ સંપર્ક કરાયો છે
સાબરકાંઠા ડ્રગ્સ કંટ્રોલ વિભાગના પી.વી. પટેલે જણાવ્યુ કે શનિવારે ખાનગી કોવિડ હોસ્પિટલોને 700 વાયલ ઉપલબ્ધ કરાવાયા હતા. સોમવારે 198 વાયલનો સ્ટોક છે. વધુ જથ્થા માટે ઝાયડસના ડેપોનો સંપર્ક કર્યો છે. પરંતુ ઓર્ડર પ્રોસેસ થવામાં વિલંબ થઇ રહ્યો છે.

રાજ્ય આરોગ્ય વિભાગના દબાણ હેઠળ સ્થાનિક તંત્ર મોતના આંકડાની સાથે સાથે એક્ટિવ કેસના આંકડા પણ છુપાવે છે
રાજ્ય આરોગ્ય વિભાગના સીધા દબાણ હેઠળ સ્થાનિક તંત્ર મોત તો ઠીક પરંતુ એક્ટિવ કેસના આંકડા છુપાવવા મજબૂર બન્યું છે. સોમવારે તંત્ર દ્વારા 126 એક્ટિવ કેસ જાહેર કરાયા હતા જ્યારે જિલ્લાની 7 કોવિડ હોસ્પિટલ અને ત્રણ સરકારી હોસ્પિટલોમાં તપાસ કરતાં કુલ 322 એક્ટિવ કેસ હોવાનુ બહાર આવ્યું હતું.

હિંમતનગર સિવિલમાં રેમડેસીવીરનો પર્યાપ્ત સ્ટોક
પડોશી રાજ્યોમાં કોરોના ચરમે પહોંચી રહ્યો હોવાથી રેમડેસીવીર અને ફેવીપીરા ટેબલેટના સપ્લાયમાં કમી આવી છે. હિંમતનગર સિવિલમાં 86 ઇડર અને ખેડબ્રહ્મા સબડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં કુલ 33 કોરોના દર્દી સારવાર લઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા તબીબી અધિક્ષક ર્ડા. જી.ડી. પટેલે જણાવ્યુ કે રેમડેસીવીર ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તથા જરૂરિયાત પ્રમાણે નિયમિત અંતરાલે મળતો રહે છે.

ભિલોડામાં પુરવઠા વિભાગના નાયબ મામલતદારને કોરોના
ભિલોડા મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં સ્થાનિક કક્ષાએ સારવાર લીધા બાદ પણ આરામ ન જણાતાં સોમવારે તેમના રેપિડ ટેસ્ટ કરાવતાતેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કર્મચારીઓમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓના પણ રેપિડ ટેસ્ટ કરાવવા મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. આરોગ્ય વિભાગને જાણ કરી કચેરીને સેનેટાઈઝ કરવા લેખિત જાણ કરી છે.

ધનસુરા મામલતદાર કચેરીના ઇ-ધરા વિભાગમાં બે કર્મચારીઓને કોરોના, કામકાજ બે દિવસ સ્થગિત રહેશે
ધનસુરા મામલતદાર કચેરીમાં ઈ- ધરા વિભાગમાં કામ કરતા બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક અવરજવર બંધ કરાઈ હતી અને ઓફિસને સેનેટાઈઝ કરાઇ હતી. તેમજ અન્ય સ્ટાફનું ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. બે દિવસ માટે ઇ-ધરાનું કામકાજ પણ સ્થગિત કરાયું છે.

રેમડેસીવીરની અછત પેદા થઇ: ડ્રગિસ્ટ
રેમડેસીવીર ઇન્જેક્શનનુ ઉત્પાદન કરતી કંપનીઓ ગુજરાતમાં છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કેસની સંખ્યામાં ઘટાડો થતાં કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યુ હતુ અને માર્ચની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધતા મોટા ભાગનો જથ્થો મહારાષ્ટ્ર પહોંચી ગયો છે અને ગુજરાતમાં કેસ વધતા રેમડેસીવીરની અછત પેદા થઇ હોવાનુ ડ્રગીસ્ટ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
હિંમતનગર સહિત જિલ્લામાં રોજ કોરોના કેસો વધી રહ્યા છે અને બહારના રાજયમાં પ્રવાસ કરવાના સંજોગોમાં અને હવાઇ મુસાફરીમાં RTPCR ટેસ્ટનો દાખલો જરૂરી બનાવાયો હોઇ હિંમતનગર સહિત જિલ્લામાંથી બહાર જવા ઇચ્છતા લોકો સહિત કોરોનાના લક્ષણો ધરાવતા લોકોની સંખ્યા પણ વધી હોઇ આ બધાએ RTPCR ટેસ્ટ કરાવવા હિંમતનગરની જૂની સિવિલમાં અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્રમાં લાઇનો લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો