કોરોના અપડેટ:સાબરકાંઠા-અરવલ્લીમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 34 કેસ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિમતનગરમાં કોરોનાના કેસ આવતા તંત્ર દ્વારા જે તે વિસ્તારને પ્રતિબંધ ઝોન જાહેર કરતાં નવી મોલાત અને મોટીવ્હોરવાડમા લાકડાની આડશ મૂકીને  વિસ્તારોને બંધ કરાયા છે. - Divya Bhaskar
હિમતનગરમાં કોરોનાના કેસ આવતા તંત્ર દ્વારા જે તે વિસ્તારને પ્રતિબંધ ઝોન જાહેર કરતાં નવી મોલાત અને મોટીવ્હોરવાડમા લાકડાની આડશ મૂકીને વિસ્તારોને બંધ કરાયા છે.
  • સાબરકાંઠામાં 23 અને અરવલ્લીમાં 11 કોરોના કેસ, સૌથી વધુ હિંમતનગરમાં 17 પોઝિટિવ કેસ, મોડાસામાં 6, બાયડમાં 3 અને માલપુરમાં 2 કેસ
  • હિંમતનગરની દેરોલ શાળાના વધુ એક શિક્ષક અને ચાર બાળકો પોઝિટિવ આવતાં શાળા બંધ કરાઇ
  • અરવલ્લી જિલ્લામાં 4 દિવસમાં કોરોના પોઝિટિવના 21 દર્દીઓ નોંધાયાં, બુધવારે 6 કેસ નોંધાયા હતા
  • હિંમતનગર તાલુકાના 4 અને ખેડબ્રહ્મા - વડાલીના 1- 1 મળી 13 થી 17 વર્ષના 6 બાળકો સંક્રમિત થયા
  • હિંમતનગરમાં 17, વડાલીમાં 03, ઇડરમાં 02 અને ખેડબ્રહ્મા તાલુકામાં 1 કેસ, એક્ટિવ કેસ 59 થયા

હોટસ્પોટ હિંમતનગર શહેર અને તાલુકામાં ગુરૂવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 17 નોંધવા સહિત જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 59 થઇ ગઇ છે. તે પૈકી 47 એક્ટિવ કેસ હિંમતનગર શહેર અને તાલુકામાં નોંધાયા છે. ગુરૂવારે હિંમતનગરમાં 17, વડાલીમાં 3, ઇડરમાં 2 અને ખેડબ્રહ્મા તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. હિંમતનગર તાલુકાના 4 અને ખેડબ્રહ્મા - વડાલીના 1- 1 મળી 13 થી 17 વર્ષના 6 બાળકો સંક્રમિત થયા છે. અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે મોડાસામાં 6 બાયડમાં 3 અને માલપુરમાં કોરોના પોઝિટિવ ના 2 દર્દીઓ નોંધાતાં એક જ દિવસમાં જિલ્લામાં કોરોના પોઝિટિવના 11 દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોના ટેસ્ટ લેવાની મોડી સાંજે કાર્યવાહી હાથ ધરાયાની એપિડેમિક અધિકારી ડોક્ટર ડામોરે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં માત્ર 4 દિવસમાં માલપુરના વિનાયક નગર તેમજ તાલુકાના સાતરડા ની ધો.11 સાયન્સની વિદ્યાર્થિની તેમજ મોડાસાની જલવિહાર સોસાયટીના 1 પુરુષ અને અંકુર સોસાયટીની 1 મહિલા સહિત કુલ કોરોના પોઝિટિવના 21 દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થતાં કોરોના વાયરસને અટકાવવા કલેક્ટર દ્વારા જાહેર મેળાવડા અને જાહેર કાર્યક્રમો ઉપર તા.ખ 19 જાન્યુઆરી સુધી પાબંધી લાદી હોવાના આદેશ કરાયા છે.

સાબરકાંઠા એપેડેમીક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ જણાવ્યું કે હિંમતનગરના દેરોલની શાળાના એક શિક્ષકનો ચાર દિવસ અગાઉ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના 126 સેમ્પલ લેવાયા હતા તે પૈકી 4 બાળકો અને એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી અગમચેતીના ભાગરૂપે શાળામાં ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરાયું છે. ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકાનુ 13 વર્ષીય બાળક અને વડાલી તાલુકાનો 17 વર્ષીય વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

હિંમતનગર એવન સોસાયટીના 40 વર્ષીય પુરૂષને જીએમઇઆરએસ સિવિલમાં દાખલ કરાયા છે તે સિવાયના તમામ 22 હોમ આઇસોલેટ છે. શહેરના મોતીપુરા, લઘુમતિ વિસ્તાર, બગીચા વિસ્તારમાં જ સંક્રમણ એકબીજાના સંપર્કમાં આવવાથી વધી રહ્યાનુ આંકલન કરાઇ રહ્યું છે. કોરોનાના બે વર્ષ વિતવા છતા સાવચેતી મામલે બેદરકારી અને અજ્ઞાનતાનુ પ્રદર્શન થઇ રહ્યુ છે જેને કારણે 14 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 59 થઇ ગઇ છે.

ઇડરના બડોલીની હિંગવાલા હાઈસ્કૂલમાં શિક્ષણ ઓડ ઇવન પદ્ધતિથી શરૂ રખાશે
બડોલીની હિંગવાલા હાઇસ્કૂલ દ્વારા ઓડઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને શાળામાં હાજરી આપવા નિર્ણય લેવાયો હતો. હાલના સમયમાં દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારાને લઈ ઓફલાઇન શિક્ષણ કાર્યમાં ફેરફાર કરી બડોલી હાઇસ્કૂલના આચાર્ય દિપકભાઈ એસ. પટેલ દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બાળકોને ઓડઇવન પદ્ધતિથી શાળામાં આવવા જણાવાયું હતું. શાળાના આ નિર્ણયને વાલીઓએ ગ્રાહ્ય રાખ્યો હતો

ગુરૂવારે સા.કાં.માં 15 થી 18 વર્ષના 55 હજારથી વધુ છાત્રોને રસી અપાઈ
સા.કાં. જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાથી રક્ષણ મળે તે હેતુથી કોરોના વેક્સિન અપાઇ રહી છે. તા. 06-01-22 ના રોજ જિલ્લાના 8057 વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લાની 195 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આરોગ્ય વિભાગની 281 ટીમો 15 થી 18 વયજૂથના વિદ્યાર્થીઓ માટે કેમ્પ દ્વારા કોરોના વેક્સિનનું આયોજન કરાયું છે જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના 55034 વિદ્યાર્થીઓને કોરોના રસી અપાઇચૂકી છે અને 40257 વિદ્યાર્થીઓનું આગામી દિવસોમાં વેક્સિનેશન કરાશે.

ઇડરના બે વેપારીઓને કોરોના, જમ્મુકાશ્મીર ગયેલા 40 ના ટેસ્ટ કરાયાં
ઇડર તાલુકામાંથી જમ્મુ કાશ્મીર ટૂર પર 40 લોકો ગયા હતા. જેમાં બે દિવસ પહેલા ઇડરના બે વેપારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ટૂરમાં ગયેલા 40 જેટલાં લોકોના આરોગ્ય વિભાગે આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા.

મહેસાણા જિલ્લામાં 22 કેસ,4 વર્ષના બાળકથી માંડી 86 વર્ષીય વૃદ્ધ સંક્રમિત
મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી મહિનાના પ્રથમ 3 દિવસમાં 17 કેસ સામે આવ્યા હતા. જ્યારે છેલ્લા 3 દિવસમાં 49 કેસ સામે આવી ચૂક્યા છે. એટલે કે, છેલ્લા 3 દિવસમાં 288 ટકા કેસ વધ્યા છે. જેમાં ગુરૂવારે 16 શહેરી અને 6 ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 22 કેસ નોંધાયા હતા. તેની સામે રાહતની વાત એ રહી કે, 11 દર્દીઓએ કોરોનાને હરાવતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 69 રહી છે. 4 વર્ષના બાળકથી માંડી ઉનાવાના 86 વર્ષના વૃદ્ધ સુધીના સંક્રમિતોમાં 16 શહેરી અને 6 ગ્રામ્ય વિસ્તારના રહ્યા હતા.

પાટણ જિલ્લામાં 24 દિવસ બાદ નવો એક કેસ , ધારપુરમાં 3 શંકાસ્પદ દાખલ
પાટણ જિલ્લામાં સિદ્ધપુરના દંપતી 13 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવતા બે કેસ થી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ હતી પરંતુ ફરી જિલ્લામાં 24 દિવસ બાદ શુક્રવારે સરસ્વતી તાલુકાના વધાસર ગામમાં બહુચરાજીમાં એક બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 38 વર્ષીય શખ્સનો ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બનાસકાંઠામાં દાંતીવાડાના 3 પોલીસકર્મી, 2 છાત્રો સહિત 12 સંક્રમિત
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસો ગુરુવારે વધ્યાં હતા. એક સાથે નવા 12 કેસો આવ્યા હતા જેમાં દાંતીવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.નવા આવેલા કેસોમાં માત્ર એક મહિલાનો સમાવેશ થાય છે જ્યારે તમામ 11 પુરુષો સંક્રમિત થયા છે.

પાલનપુરની લોકનિકેતન રતનપુરના 2 છાત્ર પણ કોરોના સંક્રમિત થયા છે. જે કેસ આવ્યા છે તેમાં પાલનપુરમાં 7, વડગામ અંબાજી દિયોદર લાખણી અને ડીસામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. એપેડેમિક ઓફીસર ડો.નરેશ ગર્ગે જણાવ્યું હતું કે " બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 3339 આરટીપીસીઆર અને 1112 એન્ટીજન કીટ મળી 4451 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 12 પોઝિટિવ આવ્યા છે. અગાઉ આવેલા પોઝિટિવ દર્દીઓ પૈકી બેને રજા આપવામાં આવી છે. જેથી હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 24 થઈ છે.

સાબરકાંઠા જિલ્લાના 23 સંક્રમિત દર્દીઓની યાદી

હિંમતનગર :

પૃથ્વીનગર સોસા.(61) (પુરૂષ)

સર્વોદય સોસા. પોલોગ્રાઉન્ડ (35) (સ્રી)

એવન સોસા. (40) (પુરૂષ)

નવા બળવંતપુરા (35) પુરૂષ

સર્ફ્રી સ્ટ્રીટ પોલોગ્રાઉન્ડ (66) સ્ત્રી

જાંબુડી (39) (પુરૂષ)

દેરોલ (13) (બાળક)

દેરોલ (14)(બાળક)

દેરોલ (13) (બાળક)

અલીફ મસ્જિદ રોડ પોલોગ્રાઉન્ડ (21) (યુવક)

ગણેશ બંગ્લોઝ (21) (યુવતી)

બામણા (65) (સ્ત્રી)

અક્ષર સોસા.(35) (પુરૂષ)

1-શિલ્પા સોસા. (37) (પુરૂષ)

રામગઢ (13) (બાળક)

95-લાભ ગ્રીનપાર્ક (38) (પુરૂષ)

વડાલીવાલા સ્ટ્રીટ પોલોગ્રાઉન્ડ (44)(સ્ત્રી)

ઇડર :

રૂસાતનગર (57)(પુ)

વડિયાવીર (68) (પુરૂષ)

મહાભારત (53) (સ્ત્રી)

વડાલી :

રામનગર સોસા. (70) (પુરૂષ)

વિહાર સોસા. (61) (પુરૂષ)

રાજપુર સમાજવાડી (17) (કિશોર)

ખેડબ્રહ્મા :

કલોલ કંપા (13) (બાળકી)સંક્રમિત થઇ હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...