તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હિંમતનગરપોલોગ્રાઉન્ડમાં વીજબિલ ભર્યુ હોવા છતાં કનેક્શન 2 વખત કાપ્યું

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રજૂઆત કરવા જતાં અધિકારીએ તુમાખીભર્યું વર્તન કર્યાનો રહીશનો આક્ષેપ

હિંમતનગરના પોલોગ્રાઉન્ડના રહીશે 1 લી માર્ચે જાન્યુ-ફેબ્રુ માસનું વીજબિલ તા. 06 માર્ચે ભરી દીધુ હોવા છતાં યુજીવીસીએલ દ્વારા બે વખત વીજકનેક્શન કાપી નાખતાં ભોગ બનનારે યુજીવીસીએલમાં રજૂઆત કરવા જતાં તુમાખી ભર્યા વર્તનનો ભોગ બનતા ડી.સી. રિપોર્ટ માંગી કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે. પોલોગ્રાઉન્ડમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મુકેશભાઇ પટેલના મકાનનુ તા.01 માર્ચે રૂ.953.68 વીજબિલ આવ્યુ હતુ. જે 6 માર્ચે ભરી દીધા બાદ અત્યાર સુધીમાં યુજીવીસીએલના કર્મચારીએ ઘેર આવી બે વખત વીજ કનેક્શન કાપી નાખ્યુ હતુ.

આ અંગે રજૂઆત કરવા જતાં બેહૂદુ વર્તન કરાયાનો મુકેશભાઈએ આક્ષેપ કરી ઉમેર્યું કે મેં ડીસી રિપોર્ટ મેળવવા અધિક્ષક ઇજનેરને લેખિતમાં અરજી કરી છે. સમગ્ર ઘટના અંગે ટાઉનના ડેપ્યુટી એન્જીનીયર દિનેશભાઇ પટેલે જણાવ્યુ કે તેમના વ્યવસાયના સ્થળનું વીજબિલ ઘણા સમયથી બાકી હતુ અને 56/1 ના પ્રાવધાન મુજબ તેમનુ રહેઠાણનુ વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતુ. આ અંગે તેમને અવાર નવાર જાણ પણ કરાઇ હતી અને વ્યવસાયના સ્થળનુ વીજબિલ ભરી દેતા તરત જ ઘરનું કનેક્શન પણ ચાલુ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો