વિરોધ:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સા.કાં.-અરવલ્લીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

હિંમતનગર/મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર - Divya Bhaskar
હિંમતનગર
  • અબકી બાર પેટ્રોલ-ડીઝલ 100 કે પાર ના સૂત્રોચાર સાથે વિરોધ

મહામારીમાં છેલ્લા એક વર્ષથી સા.કાં. મોંઘવારી સામે બાથ ભીડી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતાં આખરે કોંગ્રેસની ઉંઘતા ઉડતા આળસ ખંખેરીને જિલ્લાભરમાં અબકી બાર પેટ્રોલ-ડીઝલ 100 કે પાર અને ભાજપ સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે ઠેર ઠેર કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

શુક્રવારે સવારે હિંમતનગર ટાવર ચોકમાં અબકી બાર પેટ્રોલ-ડીઝલ 100 કે પાર, રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ, યુથ કોંગ્રેસના પ્રિયવદન પટેલ, મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે, પૂર્વ પ્રમુખ રણજીતસિંહ સોલંકી વગેરે સહિત 23 જણાની અટકાયત કરી હતી. પ્રિયવદન પટેલે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકારના કાર્યકાળમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ.25 અને ડીઝલના ભાવમાં રૂ. 23 નો વધારો કરાયો છે.

ઇડર
ઇડર

ઇડર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે વિરોધ કરવાના હતા. ત્યારે ઇડર પોલીસ દ્વારા કોંગેસ ના કાર્યકર્તાઓને આરામ ગૃહ ખાતે થી જ ડિટેન કર્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે પોલીસના હપ્તા બંધ કરો તેમજ દારૂના અડા હપ્તાથી ચાલે છે તેમજ જુગારધામને કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરીને ખુલ્લા પાડશે ની ચીમકી ઉચ્ચારી હતી. પોલીસે 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જિ.પં.નાપૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું કે ઇડર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં પહેલા જ અટકાયત કરાઇ હતી.

તલોદ
તલોદ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તલોદ ટાવર ચોકમાં ધરણા પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરાયા હતા. કાર્યક્રમમાં ભગવતસિંહ ઝાલા તલોદ પ્રમુખ, જિ.પં. વિરોધ પક્ષ નેતા પ્રભાતસિંહ સોલંકી, શનાભાઈ ચૌધરી, મંગુભા ઝાલા, નરેન્દ્રસિંહ સોલંકી, ડી.કે ઝાલા, સમીરસિંહ સોલંકી સહિત હાજર હતા.

મોડાસામાં કોંગી કાર્યકરો અને ધારાસભ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિવિધ બેનરો સાથે અને સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરતાં 18 કોંગી કાર્યકરોની મોડાસા ટાઉન પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્ય જશુભાઈ પટેલ અને કોંગી પ્રમુખ કમલેન્દ્ર સિંહ અને રાજેન્દ્ર ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતાં પર બળાપો ઠાલવતા જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાં સતત 43 વખત ભાવ વધારો થયો છે. દેશની પ્રજા એક તરફ લૂંટાઇ રહી છે અને વડાપ્રધાન 13500 કરોડ રૂપિયાનો રાજ મહેલ બનાવી રહ્યા છે. મોડાસા પાલિકાના કોર્પોરેટર હુસેનભાઇ ખાલક, કાદરઅલી સૈયદ મોડાસા શહેર મહિલા પ્રમુખ કલાબેન ભાવસાર મોડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...