આવેદન:ઉ.પ્ર.માં ખેડૂતો પર હુમલાના વિરોધમાં કોંગ્રેસનું આવેદન

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગી નેતા પ્રિયંકાગાંધીને જેલ મુક્ત કરવા માગ

સા.કાં. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરપ્રદેશના લખીમપુરખીરીમાં ખેડૂતો પર થયેલ હુમલાના વિરોધમાં મંગળવારે કલેક્ટરને આવેદપત્ર આપી ગુનેગારને સજા આપવામાં આવે અને પ્રિયંકાગાંધીને જેલ મુક્ત કરવાની રજૂઆત કરાઇ હતી.

આવેદનપત્રની વિગત મુજબ લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવનાર ખેડૂતોના હત્યારાને જાહેરમાં ફાંસી ચડાવવામાં આવે તથા દીકરાના માધ્યમથી આ નરસંહાર કરાવનાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને મંત્રી પદેથી બરખાસ્ત કરવામાં આવે, ઁ જેલ જાઓ નેતા બની બહાર આવો, આવુ નિવેદન કરનાર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને તાત્કાલિક પદેથી રાજીનામું આપે તથા પ્રિયંકાગાંધીને જેલ મુક્ત કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ, યુસુફભાઈ બચ્ચા સહિતે આવેદનપત્ર આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...