તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
13 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં ભાજપે 11 તારીખે ઉમેદવારોની યાદી જાહેર કરતાં શુક્રવારે 12 ફેબ્રુઆરીએ તમામ આરઓ અને એઆરઓ કચેરીમાં ઉમેદવારો અને ટેકદારોનો રાફડો ફાટ્યો હતો. બીજુ બાજુ ઉમેદવારોને ડરાવી ધમકાવાઇ રહ્યાની દહેશત વચ્ચે કોંગ્રેસે યાદી જાહેર કરી ન હતી. પરંતુ તેમને ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સૂચના આપતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
શુક્રવારે સા.કાં. જિ.પં.ની 36 બેઠકો પર 86 અને 8 તા.પં.ની 172 બેઠકો પર 370 ઉમેદવારોએ હિંમતનગર પાલિકાની 36 બેઠક માટે 68 અને વડાલી પાલિકાની 24 બેઠક માટે 54 તથા તલોદ બે બેઠકની પેટા ચૂંટણી માટે 1 ફોર્મ ભરાયું હતું. અત્યાર સુધી જિ.પં.માં 117, બે પાલિકામાં 70 અને 8 તા.પં.માં 524 ફોર્મ ભરાઇ ચૂક્યા છે. શુક્રવારે 578 ફોર્મ ભરાયા હતા. બે પાલિકામાં 60 બેઠક માટે 112, જિ. પં.માં 36 બેઠક માટે 86 અને 8 તા.પંની 172 બેઠક માટે 370 ફોર્મ ભરાયા હતા.
ઉમેદવારોના મેન્ડેટ શનિવારે રજૂ કરાશે: કોંગ્રેસ પ્રમુખ
સા.કાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું કે સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેસાડી દેવાની દહેશત પેદા થઇ છે. બબ્બે સક્ષમ વ્યક્તિ તૈયાર રાખવા પડ્યા છે લોકો બધુ જાણી ગયા છે. ઉમેદવારોના મેન્ડેટ શનિવારે રજૂ કરાશે. જિ.પં.ના 34 ઉમેદવાર ફાઇનલ થઇ ગયા છે બે ઉમેદવાર શનિવારે ફોર્મ ભરશે.
જિલ્લા પંચાયત
કુલ બેઠક- 36 : ભાજપ-56, કોંગ્રેસ-38, આપ-11,અન્ય-12
ફોર્મની વિગત પાલિકા | |||||
પાલિકા | કુલ | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
હિંમતનગર | 36 | 31 | 35 | 1 | 3 |
વડાલી | 24 | 20 | 31 | 5 | 6 |
તાલુકા પંચાયત | ||
તા.પં. | કુલ બેઠક | ભરાયેલફોર્મ |
હિંમતનગર | 30 | 76 |
ઇડર | 28 | 102 |
વડાલી | 16 | 57 |
ખેડબ્રહ્મા | 20 | 70 |
પોશીના | 20 | 37 |
વિજયનગર | 18 | 59 |
પ્રાંતિજ | 20 | 56 |
તલોદ | 20 | 67 |
કુલ | 172 | 524 |
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.