રજૂઆત:જાહેરનામાનો ભંગ કરવા બદલ તલોદ અને વડાલીમાં ભાજપના કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

પુંસરી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાહેરનામાના ભંગ બદલ ભાજપના કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ તલોદ કોંગ્રેસ કરી હતી. તલોદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલા વગેરે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે તલોદપી.એસ.આઇને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સભા-સરઘસ પૂતળા દહન પ્રતિબંધ હોવા છતાં તા.6-1-2022 ના રોજ મોડી સાંજે ટાવરચોક પાસે તલોદ પ્રમુખ ભાજપ શહેર પ્રમુખ અને ભાજપ સદસ્ય સંગઠન કોર્પોરેટર ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વગેરે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પૂતળાનું દહન કર્યું હતું. જેમની વિરોધમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસના સુરક્ષાના ચુક મામલે વડાલી વિવેકાનંદ ચોકમાં ભાજપના કાર્યકરો માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. જાહેરનામાનો ઉલ્લંઘન કરતાં વડાલી તાલુકા પ્રમુખ બાબુભાઈ પટેલ વડાલી શહેર પ્રમુખ દિનેશભાઈ નાયક અને અજીતસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશન લેખિતમાં અને ફોટોગ્રાફ આપી વડાલી ભાજપના કાર્યકરો સામે 144 કલમ હેઠળ કાયદાના ભંગ માં 188 મુજબ ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...